બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / This silent campaign of BJP has worked in Chhattisgarh

ધોવાણ / છત્તીસગઢમાં કામ કરી ગયું ભાજપનું આ સાયલન્ટ કેમ્પેઇન, ન વાગ્યું બધેલનું બેન્ડવાજા

Kishor

Last Updated: 06:04 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસને બહુમતીથી દૂર રહેવાની નોબત આવી છે અને ભાજપને બહુમતી મળી છે. જાણો સમગ્ર પરિસ્થિતિ અંગે આ આહેવાલમાં!

  • છત્તીસગઢ વિધાનસભા બેઠકના પરિણામો પરથી લોકો ચોંક્યા
  • કોંગ્રેસની કારમી હાર પાછળ ભાજપના મૌન પ્રચારની સૌથી વધુ ચર્ચા
  • ભુપેશ બધેલની ખુરશી હચમચી ગઈ

જે પ્રદેશમાં કોંગ્રેસ સૌથી મજબૂત ગણવામાં આવતી હતી તે જ વિસ્તારના વિધાનસભા ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. હા આપણે વાત કરીએ છીએ છત્તીસગઢ વિધાનસભા બેઠકની. જેમાં કોંગ્રેસને બહુમતીથી દૂર રહેવાની નોબત આવી છે અને ભાજપને બહુમતી મળી છે. કોંગ્રેસની કારમી હાર પાછળ ભાજપના મૌન પ્રચારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કરેલા પ્રચારનું ફળ મળ્યું છે અને ભુપેશ બધેલની ખુરશી હચમચી ગઈ છે.

ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં PM મોદી સૌથી ફેવરીટ લીડર, 76 ટકા સાથે ટોપ પર  | Prime Minister Narendra Modi tops global leader approval ratings


છત્તીસગઢની 90 બેઠકોમાં ભાજપ 55 થી વધુ બેઠકો જીતી

છત્તીસગઢમાં ભાજપના મૌન અભિયાને બાજી પલટાવી નાખી છે. છત્તીસગઢના પરિણામો અણધાર્યા હોવાથી લોકો ચોંકી ગયા છે. જ્યા કોંગ્રેસ મજબૂત અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પ્રચાર સામે ભાજપનો પનો ટૂંકો પડે તેવું હતું જોકે આ જીતના દવા હારની હકીકતમાં બદલાયા છે. આંકડા અનુસાર છત્તીસગઢની 90 બેઠકોમાં ભાજપ 55 થી વધુ બેઠકો જીતી રહી છે. જ્યારે કોંગ્રેસની પાર્ટી 34 પર પકડ મજબૂત હોવાથી સત્તા પર આવનાક તેંમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સત્તામાંથી બહાર છે એટલું જ નહીં, સરકારના ઘણા મંત્રીઓ પણ ચૂંટણી હારી રહ્યા છે. 

મોદી હે તો મુમકીન હે

બઘેલ સરકાર સામે કોઈ નારાજગીના મુદ્દા ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ છત્તીસગઢમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો અને પરિણામ આજે આખો દેશ જોઈ રહ્યો છે.ચૂંટણીમાં ભાજપે સમગ્ર ચૂંટણી પ્રચાર મહાદેવ એપ પર રાખ્યો, જેના કારણે સીએમ ભૂપેશ બઘેલનું સામાજય સખળડખળ થઈ ગયું છે.

આ કોઈ મુદ્દા કામ ન આવ્યા

ગાયનું છાણ અને ગૌમૂત્ર ખરીદવાને કારણે મહિલાઓ કોંગ્રેસને વોટ આપશે તેવું માની છાણ અને ગૌમૂત્ર પણ ખરીદવામાં આવ્યું હતું. જોકે આ વલણ પણ કામ આવ્યું નથી. ભૂપેશ બઘેલે સોફ્ટ હિન્દુત્વનો રસ્તો પસંદ કર્યો હતો.છત્તીસગઢમાં હિન્દુઓની વસ્તી 96 ટકા છે. આ સોફ્ટ હિન્દૂત્વનો મુદ્દો પણ કામ આવ્યો ન હતો.   છત્તીસગઢની કોંગ્રેસ સરકાર જૂની પેન્શન યોજના પણ ગેમ ચેન્જર સાબિત થઈ ન હતી.

ભાજપનું મૌન અભિયાન કામ કરી ગયું

છત્તીસગઢ ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઘણી રેલી યોજાઈ હતી. એટલું જ નહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ રેલીને શોભાવી હતી. જ્યારે PM નરેન્દ્ર મોદીએ જોરદાર પ્રચાર કરી સરકાર વિરુદ્ધ મેદાન પર વાતાવરણ ઊભું કર્યું હતું. જ્યારે ભાજપનું સમગ્ર ધ્યાન શહેરી વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારો પર હતું. ભાજપે આદિવાસીઓને બઘેલ સરકારની નિષ્ફળતાઓથી વાકેફ કર્યા હતા. કારણ કે 2018માં આદિવાસીઓએ કોંગ્રેસને એકતરફી મતદાન કર્યું હતું,જોકે આદિવાસી વર્ગ નારાજ હોવાનું દ્રશ્ય સર્જાતા ભાજપે પ્રચારમાં લાભ લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ