બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 148 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, ગ્રુપનો 2030 સુધીનો તગડો પ્લાન

બિઝનેસ / 148 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, ગ્રુપનો 2030 સુધીનો તગડો પ્લાન

Nirav Kumar

Last Updated: 03:03 AM, 22 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટો કમ્પોનન્ટ કંપની સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડના શેર શુક્રવારે સ્ટોક માર્કેટમાં સારી એવી સ્થિતિમાં જોવા મળ્યા હતા. તેના શેર 132.10 ને પણ સ્પર્શ્યા હતા.

શુક્રવારે ઓટો કમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ કંપની સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડના શેર શેલના મોડમાં હતા. આ શેર 129.35 રૂપિયા પર ટ્રેડ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેર 132.10 ને પણ સ્પર્શ્યો હતો. જેમાં 11મી તારીખે આ શેર 135.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. જે તેની 52-સપ્તાહની ઊંચી સપાટી છે. લોકલ બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલનો ટાર્ગેટ પ્રાઈઝ 148 રૂપિયા છે.

  • શું કહ્યું બ્રોકરેજ કંપનીએ?

નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વોર્ટરમાં સ્વર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડનો નફો 10.6 અરબ રૂપિયા હતો, જે 10 અરબના અંદાજ કરતાં વધુ છે અને વાર્ષિક ધોરણે 21% નો વધારો દર્શાવે છે. કંપનીનો EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 9.7% પર લગભગ સ્થિર રહ્યો છે. જે 9% ના અંદાજ કરતાં વધુ છે. માર્જિનમાં આ વધારો મોડ્યુલ અને પોલિમર વ્યવસાય દ્વારા પ્રેરિત હતો. જે ક્વોર્ટર-ઓન-ક્વોર્ટરમાં 200 bps વધીને 9.4% થયો.

vtv app promotion
  • કંપનીને મળી છે ઈન્સેન્ટિવ

સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડની પેટા કંપની મધરસન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ ઈન્સેન્ટિવ મળી છે. સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડે જણાવ્યું હતું કે, લેટેસ્ટ મંજૂરીઓમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે આવાસના મેન્યુફેકસચરિંગ માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) ના લાભાર્થી તરીકે મધરસન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે આ ઈન્સેન્ટિવ 6 વર્ષ માટે છે. નાણાકીય વર્ષ 2025-26 થી નાણાકીય વર્ષ 2030-31 સુધીના રોકાણ સમયગાળા દરમિયાન અંદાજિત સંચિત રોકાણ 1900 કરોડ રૂપિયા છે.

વધુ વાંચો : પૈસા રાખજો તૈયાર, SEBIએ 4 કંપનીઓના IPO ને આપી લીલી ઝંડી

  • ગ્રુપની યોજના શું છે?

મધરસન ગ્રુપના ચેરમેન વિવેક ચંદ સેહગલ જણાવે છે કે આ ગ્રુપ 2030 સુધીમાં 108 બિલિયન ડોલરની આવક હાંસલ કરવાના તેના લક્ષ્ય તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ગ્રુપ પાસે વિશ્વભરમાં 425 થી વધુ મેયુફેક્ચરિંગ ફેસિલિટી છે, જે ઓટોમોટિવ કોમ્પોનેન્ટ અને એરોસ્પેસ સહિત વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samvardhan Motherson Shares Market Auto Component
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ