ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / this new form of corona is spreading in maharashtra third patient dies

આફત / કોરોનાના નવા વેરિયન્ટે વધાર્યું ટૅન્શન, ગુજરાતના આ પડોશી રાજ્યમાં 3 લોકોના મોત થતાં ખળભળાટ

Published By: Kavan

Last Updated: 04:35 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેટલાય કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના નાગોથાનેમાં 69 વર્ષના વ્યક્તિનું આ મહામારીને કારણે મૃત્યુ નીપજ્યું હતું. રાજ્યમાં આ નવા વેરિએન્ટથી મૃત્યુનો ત્રીજો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

  • કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે વધારી ચિંતા 
  • વધુ એક દર્દીના મોતથી મચ્યો હડકંપ
  • નવા વેરિયન્ટથી અત્યાર સુધીમાં 3 લોકોના મોત

ડેલ્ટા પ્લસ (AY.1), ડેલ્ટા (B.1.617.2) નો એક પ્રકાર છે. આ વેરિએન્ટ જલ્દીથી ફેલાય છે. સાથે જ તે ઘાતકી પણ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટની પુષ્ટિ થઇ હતી. જૂનમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેરિએન્ટને 'સબ્જેક્ટ ઓફ કન્સર્ન' તરીકે ઘોષિત કર્યો હતો.

22 જુલાઈએ થયું હતું મૃત્યુ

વ્યવસાયે પત્રકાર આ રોગથી પીડિત માણસને લગભગ 17 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સિવીલ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અંતમાં 22 જુલાઈએ તેમનું મૃત્યુ થયું હતું. 

પહેલા પણ થયાં હતા મોત 

સિવિલ સર્જન ડો. સુહાસ માનેએ જણાવ્યું કે મે મહિનામાં દર્દીને વેક્સીન લગાવાઈ હતી. ડેલ્ટા પ્લસ સંક્રમણથી જોડાયેલી મહારાષ્ટ્રમાં ત્રીજું મૃત્યુ થયું. પહેલી રત્નાગીરીની 63 વર્ષની મહિલા અને બીજી મુંબઈમાં 63 મહિલા હતી.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી વધી ચિંતા 

અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત 65 દર્દીઓ નોંધાયા છે, દરેક જિલ્લાને જીનોમ સિક્વન્સિંગ માટે દર મહિને 100 નમૂના મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જુલાઈમાં રાયગઢથી મોકલવામાં આવેલા લોકોના નમૂનામાં પત્રકારનો નમૂનો પણ સામેલ કરવામાં આવ્યો હતો.

વેક્સિન લીધી છતાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો બન્યા ભોગ 

એક અન્ય દર્દી કે જે 44 વર્ષના શિક્ષક છે, એ પણ ડેલ્ટા પ્લસ સંક્રમણથી સંક્રમિત થયા હતા. એપ્રિલ મહિનામાં તેમને વેક્સીન પણ લગાવી હતી. ઓપીડીમાં એમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. તેઓ કોઈ જટિલતાઓ વગર સ્વસ્થ થઈ ગયા.

રાયગઢના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે પત્રકારના પરિવારના ચાર સદસ્ય સહીત કુલ પાંચ લોકો તેમના સંપર્કમાં હતા. રાયગઢના જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો સુધાકર મોરેએ કહ્યું, " અમે જીનોમ સિક્વન્સિંગ માટે તેમના સેમ્પલ મોકલ્યા છે. પરંતુ, તેમાંથી કોઈને પણ ગંભીર બીમારી નથી અને બધા ઘરે ઠીક થઇ જશે."

સંકળાયેલા મુદ્દાઓ

Delta Varient Maharashtra mumbai delta varient case ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ડેલ્ટા વેરિયન્ટ મહારાષ્ટ્ર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ