બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આ છે ભારતનો સૌથી ખૂંખાર બેટ્સમેન, જેના નામે છે સતત 50 કલાક સુધી બેટિંગ કર્યાનો રેકોર્ડ

સ્પોર્ટ્સ / આ છે ભારતનો સૌથી ખૂંખાર બેટ્સમેન, જેના નામે છે સતત 50 કલાક સુધી બેટિંગ કર્યાનો રેકોર્ડ

Last Updated: 02:14 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, સૌથી વધારે કલાક બેટિંગ કરવાનો રેકોર્ડ કોના નામે છે? અને તે બેટ્સમેને કેટલા કલાક સુધી બેટિંગ કરી હતી?

ઈન્ડિયામાં ક્રિકેટ ટેલેન્ટની કોઈ કમી નથી. અહીંયા એકથી એક ચડિયાતા બેટ્સમેન જોવા મળી રહે છે. પરંતુ કોઈ તમને કહે કે, એક બેટ્સમેને 50 કલાક સતત બેટિંગ કરેલી છે તો કોઈ નહીં માને. પરંતુ ક્રિકેટ વર્લ્ડમાં આવું થયેલું છે. જેમાં એક ભારતીય બેટ્સમેને 50 કલાક 5 મિનિટ અને 51 સેકન્ડ સુધી બેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે.

  • લગાતાર 50 કલાક બેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ

વર્ષ 2015માં પુણેના વિરાગ મારે નામના બેટ્સમેને 24 વર્ષની ઉંમરે એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેના વિશે સાંભળી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ બેટ્સમેને નેટ પર 50 કલાક, 5 મિનિટ અને 51 સેકન્ડ સુધી બેટિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયુ. વિરાગ મારેએ તે વખતે સૌથી લાંબી બેટિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

  • કુલ 2447 ઓવર રમી હતી

વિરાગ મારેએ 50 કલાક 5 મિનિટ અને 51 સેકન્ડ સુધી બેટિંગ કરતી વખતે કુલ 2447 ઓવર રમી હતી. જેનાથી ઇંગ્લેન્ડના ડેવ ન્યુમેન અને રિચાર્ડ વેલ્સનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ બંને ઇંગ્લિશ પ્લેયરે 48 કલાક સુધી બેટિંગ કરી હતી. વિરાગ મારેએ આ સમય દરમિયાન નેટમાં કેટલાક બોલરોનો સામનો કર્યો હતો અને તે દરમિયાન બોલિંગ મશીનની પણ મદદ લીધી હતી. ગિનિસ બુકના નિયમો મુજબ વિરાગ દર કલાકે માત્ર 5 મિનિટનો જ વિરામ લેતો હતો.

  • થાક પણ લાગ્યો
    આ અંગે વિરાગ મારેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગભગ 27 કલાક બેટિંગ કર્યા બાદ થાક તેના પર હાવી થવા લાગ્યો હતો, પરંતુ તેને બેટિંગ ચાલુ રાખી હતી. વિરાગ મારેએ જણાવ્યું હતું કે જ્યારે તેને બેટિંગ બંધ કરી દીધી ત્યારે પણ તેની પાસે બે થી ત્રણ કલાક બેટિંગ કરવાની ક્ષમતા હતી.

વધુ વાંચો : રોહિત શર્મા 2027, 2031 અને 2035નો વર્લ્ડ કપ રમશે! સંન્યાસની ચર્ચા વચ્ચે ભારતીય સ્ટાર બોલરનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, વિરાગ મારે પોતાનો ખર્ચ ચલાવવા માટે પુણેમાં લારી પર વડાપાંવ અને જ્યુસ વેચતો હતો અને ક્રિકેટ પણ રમતો હતો. 50 કલાક, 5 મિનિટ અને 51 સેકન્ડ સુધી બેટિંગ કર્યા બાદ વિરાગ મારેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Record Virag Maare Longest Net Session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ