બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્મા 2027, 2031 અને 2035નો વર્લ્ડ કપ રમશે! સંન્યાસની ચર્ચા વચ્ચે ભારતીય સ્ટાર બોલરનું નિવેદન

સ્પોર્ટ્સ / રોહિત શર્મા 2027, 2031 અને 2035નો વર્લ્ડ કપ રમશે! સંન્યાસની ચર્ચા વચ્ચે ભારતીય સ્ટાર બોલરનું નિવેદન

Last Updated: 03:36 AM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત આગામી કેટલાં વર્ષો સુધી ભારત માટે વનડેમાં ઉતરશે? આ ચર્ચા વચ્ચે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ખલીલ અહેમદે એક મોટું નિવેદન આપ્યું છે.

ભારતના હિટમેન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી–20 ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કર્યો હતો. ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ તેઓએ વિદાય લીધી. પરંતુ હજુ સુધી તેઓ ટીમ ઇન્ડિયાના વનડે કેપ્ટન છે. હવે પ્રશ્ન એ છે કે રોહિત આગામી કેટલાં વર્ષો સુધી ભારત માટે વનડેમાં ઉતરશે?

ROHIT-SHARMA

આ ચર્ચા વચ્ચે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ખલીલ અહેમદે એક મોટું નિવેદન આપ્યું છે. ખલીલનું માનવું છે કે રોહિત શર્મા આગામી દસ વર્ષ સુધી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહેવા જોઈએ. ખલીલ અહેમદે સ્પોર્ટ્સ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી વ્યક્તિગત ઈચ્છા છે કે રોહિત શર્મા આવતા દસ વર્ષ સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરે. ટીમની ભલાઈ માટે આ ખુબ જ જરૂરી છે.

rohit-shrma

ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ પહેલાં રોહિતે બ્રોન્કો ટેસ્ટ અને યો–યો ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યા છે. આથી તેમની ફિટનેસ પર કોઈ સવાલ નથી. હવે ચર્ચા છે કે શું તેઓ 2027 વર્લ્ડ કપ સુધી રમશે? અથવા તો આગળ જઈને 2031 અને 2035 વર્લ્ડ કપમાં પણ દેખાશે?

રોહિત સાથેનો એક યાદગાર કિસ્સો

ખલીલે 2019ની એક ઘટના યાદ કરી હતી. જેમાં બાંગ્લાદેશ સામે રાજકોટમાં મેચ ચાલી રહી હતી. એ દિવસ મારી બોલિંગ ખાસ રહી નહોતી અને માત્ર એક જ વિકેટ મળી. મેચ બાદ રોહિત મારા પાસે આવ્યા અને મને પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું કે,‘તને ખબર નથી તારા અંદર કેટલી ક્ષમતા છે. આ વાત આજે પણ ખલીલ માટે પ્રેરણા સમાન છે.

આ પણ વાંચો : સ્માર્ટફોન સસ્તા થયા કે મોંઘા? GST દરમાં ફેરફાર બાદ હવે આપવો પડશે આટલો ટેક્સ

હવે સૌની નજર એ વાત પર રહેશે કે રોહિત શર્મા ખરેખર વનડે ક્રિકેટમાં લાંબો સફર કરશે કે નહીં અને આગામી ત્રણ વર્લ્ડ કપ (2027, 2031, 2035) સુધી ભારતીય ટીમને નેતૃત્વ આપશે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RohitSharma KhaleelAhmed WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ