બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોન સસ્તા થયા કે મોંઘા? GST દરમાં ફેરફાર બાદ હવે આપવો પડશે આટલો ટેક્સ

GST Rate 2025 / સ્માર્ટફોન સસ્તા થયા કે મોંઘા? GST દરમાં ફેરફાર બાદ હવે આપવો પડશે આટલો ટેક્સ

Priyankka Triveddi

Last Updated: 02:54 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારના એક નિર્ણયે નવો મોબાઈલ ખરીદનારની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. દર વર્ષે તહેવારના સમયે ઘણા લોકો જૂન ફોનમાંથી નવા ફોનમાં અપગ્રેડ કરતા હોય છે એવા સમયે જો જીએસટીમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હોટ તો સ્માર્ટફોનના સેલમાં પણ બમ્પર ઉછાળો જોવા મળશે.

GST Rate on Mobile Phone: તહેવાર આવતા પહેલા ઘણી બધી વસ્તુઓ પર જીએસટી રેટ્સ ઓછા કરીને સરકારે જનતાનો બોજો હળવો કરી દીધો છે. ફેસ્ટિવલ સિઝન આવતાની સાથે જ ગ્રાહકોને લાલચ આપવા માટે ઓફલાઇનથી લઈને ઓનલાઇન દરેક જગ્યાએ આકર્ષક ઓફર મળવા લાગે છે. પ્રોડક્ટ પર મળતા શાનદાર ઓફરને લીધે માત્ર Smart TV અને AC જ નહિ પણ લોકો જૂના Smart Phoneને પણ અપગ્રેડ કરતાં હોય છે જેના લીધે ફેસ્ટિવલ સિઝન દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં ઝંગી ઉછાળો જોવા મળે છે.

5% ટેક્સ સ્લેબની હતી આશા

હવે આ સ્થિતિમાં નવો ફોન ખરીદનારાઓના મનમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું મોબાઇલ ફોન પરનો GST ઘટાડવામાં આવ્યો છે કે નહીં? એક મીડિયા અહેવાલ અનુસાર આ પ્રશ્નનો જવાબ 'ના' છે. સ્માર્ટફોન હજુ પણ પહેલા જેટલા મોંઘા છે કારણ કે મોબાઇલ ફોન પરના GST સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી મોબાઈલ પર GST 18% થી ઘટીને 5% સ્લેબમાં આવશે એવી આશા રાખીને બેઠા હતા પરંતુ સરકારે હાલ પૂરતો લોકોની આશા પર પાણી ફેરવી દીધું છે.

smart-phones

ધારો કે જો સ્માર્ટ ફોન પર GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો હોત તો મોબાઈલ ફોનના ભાવમાં મોટો ઘટાડો થયો હોત અને આ વર્ષે ફેસ્ટિવલ સીઝનમાં સ્માર્ટ ફોનના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો હોત. પરંતુ આવું થયું નહીં અને સરકારે સ્માર્ટફોનને હજુ પણ 18% ટેક્સ સ્લેબમાં રાખતા મોબાઈલ ફોન ખરીદવા પર 18% GST ચૂકવવો પડશે.

વધુ વાંચો: હવે સસ્તામાં સેટ કરી શકશો ફરવાનો પ્લાનિંગ, એ પણ આટલા જ રૂપિયામાં!

Vtv App Promotion

ભારતનું મોબાઈલ સેક્ટર

વાત કરીએ ભારતના મોબાઈલ સેક્ટરની તો તેનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2015માં 18900 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2025માં 5.45 લાખ કરોડ રૂપિયા થયું છે જ્યારે નિકાસ 2 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આના કારણે ભારત વૈશ્વિક સ્તરે બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Reforms 2025 GST Rate 2025 GST Rates on Smart Phones
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ