બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે સસ્તામાં સેટ કરી શકશો ફરવાનો પ્લાનિંગ, એ પણ આટલા જ રૂપિયામાં!

GST Council / હવે સસ્તામાં સેટ કરી શકશો ફરવાનો પ્લાનિંગ, એ પણ આટલા જ રૂપિયામાં!

Vidhata Gothi

Last Updated: 02:47 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Council: GST 2.0 હેઠળ હવે હોટલમાં રોકાવાનું સસ્તું થઈ જશે, જેનાથી સ્વાભાવિક રીતે જ હરવા-ફરવાનો ખર્ચ ઘણી જશે. આ નિર્ણયથી એવા લોકોને ફાયદો થશે, જે ઓછા બજેટમાં પણ આરામથી ફરવા માંગે છે.

સરકારે GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે, જેનાથી મિડલ ક્લાસ લોકોને ઘણી રાહત મળશે. GST કાઉન્સિલની બેઠકમાં 12 અને 28 ટકાના GST ટેક્સ સ્લેબને ખતમ કરી દેવામાં આવ્યો છે. હવે મુખ્યત્વે માત્ર 5 ટકા અને 18 ટકાના સ્લેબ છે, જેમાં મોટાભાગની વસ્તુઓને સામેલ કરવામાં આવી છે.

hotel-rom

હવે હોટલમાં રોકાવાનું થઈ જશે સસ્તું

GST 2.0 હેઠળ હવે હોટલમાં રોકાવાનું સસ્તું થઈ જશે, જેનાથી સ્વાભાવિક રીતે જ હરવા-ફરવાનો ખર્ચ ઘણી જશે. આ નિર્ણયથી એવા લોકોને ફાયદો થશે, જે ઓછા બજેટમાં પણ આરામથી ફરવા માંગે છે. આ નિર્ણય પછી 7500 રૂપિયા સુધીના હોટલ રૂમ પર લાગતા GSTને 18%થી ઘટાડીને 12% કરી દેવામાં આવ્યા છે. આ ઘટાડો એવા લોકો માટે રાહત લાવશે, જે ઘણીવાર ટ્રાવેલ કરે છે અને ઓછા બજેટમાં સારી સુવિધાઓ ઇચ્છે છે.

આ નિર્ણયથી સીધી રીતે મુસાફરીના ખર્ચમાં ઘટાડો થશે. જો એક રાતનું હોટલ રૂમનું ભાડું 7,000 રૂપિયા હોય, તો પહેલા 18% GST પ્રમાણે, 1,260 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે, 12% GST પછી, ફક્ત 840 રૂપિયા જ ટેક્સ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે સીધા 420 રૂપિયાની બચત થશે.

12 ટકાને બદલે 5 ટકા GST

અત્યાર સુધી, જે હોટલના રૂમનું ભાડું 7500 કે તેથી ઓછું હતું તેના પર 12 ટકા GST લાગતો હતો. પરંતુ, સરકારે આ દર ઘટાડીને માત્ર 5 ટકા કરી દીધો છે. એટલે કે 7,500 રૂપિયામાં રૂમ બુક કરવા પર પહેલા 900 રૂપિયા GST ચૂકવવો પડતો હતો, જે હવે ઘટીને માત્ર 375 રૂપિયા થઈ જશે. આ રીતે, સીધા 525 રૂપિયાની બચત થશે. આ ઘટાડો ખાસ કરીને બજેટ અને મિડ-રેન્જ હોટલો માટે કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય માણસ પણ સરળતાથી હોટેલમાં રોકાઈ શકે.

vtv app promotion

આ નિર્ણયથી પર્યટનને પ્રોત્સાહન મળશે

હોટેલ ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સરકારના આ નિર્ણયથી સ્થાનિક પર્યટનને મોટો ફાયદો થશે. હોટલો સસ્તી થઈ જશે, તો વધુને વધુ લોકો મુસાફરી કરશે અને વેકેશન માણવા જશે. આનાથી હોટલ ઉદ્યોગનો બિઝનેસ પણ વધશે. એટલું જ નહીં, આને લીધે તેમની કમાણીમાં 7-10 ટકાનો વધારો થઈ શકે છે. સરકારનો આ નિર્ણય પર્યટન ક્ષેત્ર માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે, કારણ કે તે પ્રવાસીઓને આકર્ષિત કરશે.

આ પણ વાંચો: હવે નવું ટુ-વ્હીલર લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? GSTમાં ફેરફાર બાદ કિંમત પર સીધી અસર

ક્યારથી લાગુ થશે નવો GST?

GSTમાં ઘટાડો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. તેથી, ફરવા જવા માટે 22 સપ્ટેમ્બર પછી બુકિંગ કરાવશો તો ફાયદાકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે આ 5 ટકા GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વિના છે. જો કે, સામાન્ય ગ્રાહકો માટે તેનો સીધો અર્થ છે હોટલનું ઓછું ભાડું. આ નિર્ણયથી સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ ઘટી જશે. આ પગલું 8 વર્ષ પહેલાં નક્કી કરાયેલા GST દરોમાં એક મોટો અને જરૂરી ફેરફાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST on hotel rooms Utility News GST Council
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ