બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે નવું ટુ-વ્હીલર લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? GSTમાં ફેરફાર બાદ કિંમત પર સીધી અસર

GST Council / હવે નવું ટુ-વ્હીલર લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? GSTમાં ફેરફાર બાદ કિંમત પર સીધી અસર

Vidhata Gothi

Last Updated: 01:11 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Council: સરકારે GST કાઉન્સિલની બેઠકમાં ઘણા એવા નિર્ણયો લીધા છે, જેનાથી મિડલ ક્લાસ લોકોને રાહત મળશે. આની અસર દેશના સૌથી વધુ વેચાતા ટુ-વ્હીલરના ભાવ પર પણ થશે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં સરકારે સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને ઘણા મોટા નિર્ણયો લીધા છે. 12 અને 28 ટકાના GST ટેક્સ સ્લેબને ખતમ કરી દેવામાં આવ્યો છે. હવે મુખ્યત્વે માત્ર 5 ટકા અને 18 ટકાના સ્લેબ છે, જેમાં મોટાભાગની વસ્તુઓને સામેલ કરવામાં આવી છે. આ નવા ભાવ 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થઈ જશે, નવા GST લાગુ થયા પછી આની અસર દેશના સૌથી વધુ વેચાતા ટુ-વ્હીલરના ભાવ પર થશે.

નવા GSTનો ફાયદો દેશની સૌથી વધુ વેચાતી બાઇક Hero Splendor અને સ્કૂટર Honda Activa જેવા વાહનોના ભાવ પર થશે. ચાલો જાણીએ નવા GST દર લાગુ થયા પછીથી નવા બાઇક માટે કેટલા રૂપિયા ચુકવવા પડશે.

350 સીસીથી ઓછાની બાઇક

350 સીસીથી ઓછા એન્જિનવાલા બાઇક પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આનાથી સામાન્ય લોકોની પસંદની બાઇક, જેમ કે બજાજ પલ્સર અથવા હોન્ડા એક્ટિવા હવે પહેલા કરતા સસ્તા થઈ જશે.

350 સીસીથી મોટી બાઇક

350 સીસીથી મોટી નવી બાઇક, જેમ કે રોયલ એનફિલ્ડ જેવી ક્રુઝર બાઇક પર હવે 40 ટકા જીએસટી લાગશે. અગાઉ તેના પર 28 ટકા જીએસટી લાગતો હતો અને 3-5 ટકા સેસ લાગતો હતો, જે કુલ મળીને લગભગ 32 ટકા ટેક્સ થઈ જતો હતો. હવે સેસ હટાવી દેવામાં આવ્યો છે અને 40 ટકાનો ફ્લેટ ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે.

vtv app promotion

કેટલી ઘટશે હીરો સ્પ્લેન્ડર પ્લસની કિંમત

સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે, સાથે જ ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ નવી ગતિ મળશે. સ્વાભાવિક છે કે આગામી તહેવારો દરમિયાન ટુ-વ્હીલર વાહનોનું વેચાણ વધી જશે, કારણ કે લોકો તહેવારો દરમિયાન નવા વાહનો ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. ઉદાહરણ તરીકે જીએસટી દર લાગુ થયા પછી હીરો સ્પ્લેન્ડર પ્લસની કિંમત કેટલી થઈ શકે છે? હાલમાં દિલ્હીમાં હીરો સ્પ્લેન્ડર પ્લસની એક્સ-શોરૂમ કિંમત 79,426 રૂપિયા છે. જો આ બાઇક પર GSTમાં લગભગ 10 ટકાનો ઘટાડો લાગુ કરવામાં આવે છે, તો તેની કિંમત 7,900 રૂપિયા ઘટી શકે છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.

આ પણ વાંચો: શું નવા સ્લેબથી GST કલેક્શનમાં થશે વધારો? તાજેતરમાં જ કરેલું રેકોર્ડબ્રેક કલેક્શન

એક્સ-શોરૂમ કિંમત સિવાય લાગે છે આ ચાર્જ

જણાવી દઈએ કે, બાઇકની એક્સ-શોરૂમ કિંમત ઉપરાંત, તેમાં 6,654 રૂપિયાની RTO ફી, 6,685 રૂપિયાનો વીમા પ્રીમિયમ અને લગભગ 950 રૂપિયાના અન્ય ચાર્જ પણ લાગે છે. આ બધાને ઉમેર્યા પછી, દિલ્હીમાં સ્પ્લેન્ડર પ્લસની ઓન-રોડ કિંમત લગભગ 93,715 રૂપિયા સુધી પહોંચી જાય છે. જો ટેક્સમાં ઘટાડાની અસર સંપૂર્ણપણે લાગુ થાય, તો આગામી સમયમાં આ બાઇક પહેલા કરતાં ઘણી વધુ સસ્તી થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Council GST on Two-Wheelers GST 2.0
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ