બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / This is how to register for Corona Vaccine in a simple step through Aarogya Setu app

રસીકરણ પ્રક્રિયા / Aarogya Setu ઍપ દ્વારા સરળ સ્ટેપમાં આ રીતે કરી લો કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન

Anita Patani

Last Updated: 12:51 PM, 2 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે કહ્યું છે કે વેક્સિનેશન માટે  Aarogya Setu એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

  • આરોગ્ય સેતુ એપથી વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન 
  • એપના ટ્વિટર હેન્ડલ પર આપી સ્ટેપની માહિતી
  • અનુકુળતા પ્રમાણે તારીખની પસંદગી કરી શકાશે 

આરોગ્ય સેતુ એપના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર સરળ સ્ટેપની જાણકારી આપવામાં આવી છે, જેને ફોલો કરીને તમે કોરોના વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ થઈ ગયો છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લગાવીને તેની શરુઆત કરી છે. આ દરમિયાન સરકારે કહ્યું છે કે, વેક્સિનેશન માટે Aarogya Setu Appના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આરોગ્ય સેતુ એપના આધિકારિક ટ્વિટર હેન્ડલ  પર સરળ સ્ટેપની જાણકારી આપવામાં આવી છે, જેને ફોલો કરીને તમે કોરોના વેક્સિન માટે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.

  • રજીસ્ટ્રેશન કરાવવા માટે સૌથી પહેલા આરોગ્ય સેતુ એપમાં CoWin ટેબમાં જવું. અહીં Vaccinatio પર ટેપ કર્યા બાદ પ્રોસેસ પર ટેપ કરો.
  • ત્યારબાદ તમને રજીસ્ટ્રેશનનું પેજ દેખાશે. અહીં તમારે ફોટો Register New પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એપ તમારો મોબાઈલ નંબર પૂછશે. નંબર વેરિફાઈ કરવા માટે એપ તમારા મોબાઈલ નંબર પર એક OTP મોકલશે જેને પેસ્ટ કરીને આગળ વધવાનું છે.
  • નંબર વેરિફાઈ થયા બાદ તમારે આઈડીનો પ્રકાર, સંખ્યા અને તમારુ આખુ નામ લખવાનું છે. ત્યારબાદ તમારે Gender અને ઉંમર પણ ફીલઅપ કરવાની છે. ઉદાહરણ માટે તમે ફોટો આઈડી પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. 
  • તમે જે વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન કરી રહ્યાં છો, તે જો સીનિયર સિટીજન છે તો Submit બટન પર ક્લિક કરો. જો તમે કોઈ ગંભીર બિમારી ધરાવનાર વ્યક્તિ (comorbidities) માટે રજીસ્ટ્રેશન કરો છો તો , આ પૂછવા પર હાં પર ક્લિક કરવાનું છે કે, ‘Do you have any comorbidities (pre-existing medical conditions)’. અપોઇન્ટમેન્ટ માટે જવા પર 45 વર્ષથી 60 વર્ષના લોકોને મેડિકલ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. એકવાર રજીસ્ટર્ડ થયા બાદ કન્ફર્મેશન મેસેજ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. 
  • રજીસ્ટ્રેશન પ્રોસેસ બાદ એકાઉન્ટ ડીટેલ દેખાશે. એક વ્યક્તિ આ પહેલા દાખલ કરેલા મોબાઈલ નંબરથી જોડાયેલા 4 અન્ય લોકોને જોડી શકે છે. તમે  ‘Add  beneficiary' પર ક્લિક કરીને બીજા વ્યક્તિઓની માહિતી પણ ઉમેરી શકો છો. 
  • આની નીચે તમને એક કેલેન્ડર આઈકન 'Schedule Vaccination' પણ  દેખાશે, અપોઇન્ટમેન્ટ માટે તેની પર ક્લિક કરો. 
  • ત્યારબાદ 'Find Vaccination Center' પેજ આવશે. હવે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, જિલ્લો, બ્લોક અને પિનકોડ જેવી ડીટેઈલ ઉમેરવાની રહેશે. આ બધી જાણકારી ઉમેર્યા બાદ 'Find' બટન પર ક્લિક કરો. 
  • તમારા સ્થળ પર વેક્સિનેશન સેન્ટરની એક લિસ્ટ દેખાશે. તમે તેમાંથી કોઈપણ એકને પસંદ કરી શકો છે અને ત્યારબાદ આ સેન્ટર પર ઉપલબ્ધ વેક્સિનેશનની તારીખ જોઈ શકો છો. જો સ્લૉટ અને તારીખોનો વિકલ્પ ઉપલબ્ધ છે તો તમે તમારી સુવિધા પ્રમાણે કોઈપણ એક તારીખની પસંદગી કરી શકો છો. તમે આવતા આઠવાડિયાની તારીખ પણ પસંદ કરી શકો છો અને પછી 'Book' વિકલ્પ પર ક્લિક કરી શકો છો.  
  • હવે  Appointment Confirmation પેજ બુકિંગની ડીટેલ દેખાશે. જો તમામ જાણકારી સાચી છે તો તમે 'Confirm' પર ક્લિક કરી શકો છો અથવા તો કોઈ ફેરફાર કરવા માટે 'Back' પર ક્લિક કરીને સુધારા કરી  શકો છો. 
  • છેલ્લે એક 'Appointment Successful' પેજ પર બધી ડીટેલ દેખાશે. હવે તમે વેક્સિનેશન ડીટેઈલને ડાઉનલોડ કરી શકો છો. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Aarogya Setu Corona Virus corona vaccine register for Corona Vaccine Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ