ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 48 ટકા પ્રોફિટ સાથે લીસ્ટ થયો આ IPO, રોકાણકારોને પહેલા જ દિવસે ઝટકો

બિઝનેસ / 48 ટકા પ્રોફિટ સાથે લીસ્ટ થયો આ IPO, રોકાણકારોને પહેલા જ દિવસે ઝટકો

Published By: Nirav Kumar

Last Updated: 11:49 PM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેર માર્કેટમાં એક્રેશન ન્યુટ્રાવેડાના IPOની કમજોર શરૂઆત થઈ હતી. જેમાં BSE પર 155.60 રુપિયા પર લિસ્ટ થયેલ શેર ઇશ્યૂ રેટ કરતા આશરે 4% ઓછો હતો.

ADVERTISEMENT

આજે 4 ફેબ્રુઆરી શેર માર્કેટમાં એક્રેશન ન્યુટ્રાવેડા IPOની કમજોર શરૂઆત થઈ. આ કંપનીના શેર BSE SME પ્લેટફોર્મ પર 191 રુપિયા પર લિસ્ટ થયા હતા જે તેના 129 રુપિયાના ઇશ્યૂ ભાવ કરતા આશરે 48% વધુ પ્રીમિયમ હતું. પરંતુ BSE પર 155.60 રુપિયા પર લિસ્ટ થયેલ શેર ઇશ્યૂ રેટ કરતા આશરે 4% ઓછો હતો. ગ્રે માર્કેટમાં અપેક્ષિત મજબૂત લિસ્ટિંગની તુલનામાં આ શરૂઆત થોડી ફિક્કી માનવામાં આવે છે.

  • કેટલું સબસ્ક્રાઇબ થયું?

આ IPO ત્રણ દિવસમાં 1.83 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારોએ 2.19 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે NII કેટેગરીમાં 2.08 વખત અને QIB સેગમેન્ટમાં 1.01 વખત બિડ જોવા મળી હતી. આ કંપનીને કુલ 12.80 લાખ શેર સામે 23.44 લાખ શેર માટે અરજીઓ મળી હતી. IPO 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ઓપન રહ્યો હતો અને એલોટમેન્ટ 2 ફેબ્રુઆરીના રોજ ફાઇનલ થયું હતું.

વધુ વાંચો : Infosys-TCS સહિત IT ઇન્ડેક્સના રોકાણકારોને રોવાના દહાડા, ડૂબ્યાં કરોડો રૂપિયા

  • કંપનીનો વ્યવસાય શું?

વર્ષ 2021માં બનેલી એક્રેશન ન્યુટ્રાવેડા, આયુર્વેદિક અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ બનાવે છે. આ કંપની ટેબ્લેટ, કેપ્સ્યુલ, સીરપ, પાવડર, ઓઇલ, ક્રીમ અને જેલ સહિત વિવિધ ફોર્મેટમાં પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. કંપની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ મોડેલ પર કામ કરે છે અને ભારતમાં તેમજ શ્રીલંકા, સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં કામ કરે છે. IPO દ્વારા ભેગા કરાયેલા 24.77 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા, નવા એકમો સ્થાપવા, મશીનરી ખરીદવા અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરા કરવા માટે કરશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO BSE SME Accretion Neutraveda

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ