ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Infosys-TCS સહિત IT ઇન્ડેક્સના રોકાણકારોને રોવાના દહાડા, ડૂબ્યાં કરોડો રૂપિયા

બિઝનેસ / Infosys-TCS સહિત IT ઇન્ડેક્સના રોકાણકારોને રોવાના દહાડા, ડૂબ્યાં કરોડો રૂપિયા

Published By: Jinal Chauhan

Last Updated: 10:54 AM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતીય શેરબજારમાં IT સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. Nifty IT ઇન્ડેક્સ 5.63%થી વધારે નીચે જઈને 36,436.85 પર પહોંચી ગયો. NSEના ડેટા અનુસાર Persistent Systems 6.82%ને સૌથી વધુ માર પડ્યો છે.

ADVERTISEMENT

આજે ભારતીય શેરબજારમાં IT સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. Nifty IT ઇન્ડેક્સ 5.63%થી વધારે નીચે જઈને 36,436.85 પર પહોંચી ગયો. NSEના ડેટા અનુસાર Persistent Systems 6.82%ને સૌથી વધુ માર પડ્યો છે. LTI-Mindtree 6.57% અને Coforge 6.09% ઘટ્યા જ્યારે Infosys પણ લગભગ 5.97% ગગડ્યો છે.

કેમ ગભરાયા રોકાણકારો?

આ ભૂકંપ જેવી સ્થિતિનું મુખ્ય કારણ એ છે કે AI સ્ટાર્ટઅપ Anthropicએ હમણા જ પોતાના ‘Cloud Cowork’ એજન્ટ માટે નવા પ્લગ-ઇન્સ લોંચ કર્યા છે. આ ટેકનોલોજી કાયદાકીય કામ, સેલ્સ, માર્કેટિંગ અને ડેટા એનાલિસિસ જેવા મહત્વના કામો આપમેળે કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો AI એવી રીતે આગળ વધ્યું તો પરંપરાગત IT કંપનીઓના વ્યવસાય મોડેલ પર ભારે અસર પડશે.

Share market (1)

ઈન્ફોસિસ અને વિપ્રોના એડીઆર ઘટ્યા

ગ્લોબલ માર્કેટમાં પણ આ અસર જોવા મળી. NASDAQ 1.43% અને S&P 500 0.84% ઘટ્યા જ્યારે Infosys અને Wiproના ADRs પણ ઘટ્યા છે. જેનાથી ભારતીય બજારમાં દબાણ આવ્યું. TCS અને HCL Tech જેવા મોટા IT શેરોમાં પણ 5%થી વધારે નીચા આંકડા જોવા મળ્યા.

કઈ કંપની પર અસર?

  • Persistent Systems: -6.82%
  • LTI-Mindtree: -6.57%
  • Coforge: -6.09%
  • Infosys: -5.97%
  • TCS અને HCL Tech: 5% થી વધુ ઘટાડો
vtv app promotion

આ પણ વાંચોઃ સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જુઓ બે જ દિવસમાં Silver ક્યાં જઇને અટકી

હવે ITનું ભવિષ્ય શું?

એક રિપોર્ટ મુજબ AI સેક્ટરમાં હવે મોટો ફેરફાર થઈ રહ્યો છે. Anthropicનું Cloud કોડિંગ ટૂલ ‘Cloud Code’ માત્ર થોડા મહિનામાં 1 બિલિયન ડોલરની આવક કરી અને હવે કંપની 20 બિલિયન ડોલરનું રોકાણ મેળવવાની તૈયારીમાં છે. આ તેજીથી પરંપરાગત IT કંપનીઓ માટે ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wipro share price anthropic new ai tool infosys share

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ