બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જુઓ બે જ દિવસમાં Silver ક્યાં જઇને અટકી

Gold Silver Price / સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જુઓ બે જ દિવસમાં Silver ક્યાં જઇને અટકી

Priyankka Triveddi

Last Updated: 10:23 AM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Rates: સોના અને ચાંદીના ભાવમાં ચાર દિવસ સતત ઘટાડા બાદ હવે અચાનક રોકેટની જેમ ભાવમાં વધારો થયો છે. ગત મંગળવારે તેના ભાવમાં વધારો થયો હતો જે આજે બુધવારના રોજ પણ વધારો યથાવત રહ્યો છે

Gold-Silver Rates: સોના અને ચાંદીની કિંમતોમાં સતત ચાર દિવસ ઘટાડો (Gold-Silver Price Crash) થયા બાદ હવે મંગળવારથી આ બંને ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. મંગળવારે તેના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને આ સિલસિલો આજે બુધવારે પણ યથાવત રહ્યો હતો. આજે બુધવારના રોજ MCX પર ખૂલતાની સાથે જ સોના અને ચાંદી Gold Silver Rates ના ભાવ રોકેટ ગતિએ ઉડતા નજર આવ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર વાયદા બજારની શરૂઆત સાથે જ બંને ધાતુઓ મોંઘી થઈ ગઈ છે. એક બાજુ જ્યાં 1 કિલો ચાંદીના ભાવ તેના પાછળના બંધની તુલનામાં 15000 રૂપિયાથી વધારે વધી ગયો છે તો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પણ અચાનક 5000 રૂપિયાથી વધુ મોંઘો થઈ ગયો છે.

gold-rate-on-03-11-25-news

બે દિવસમાં આટલી મોંઘી થઈ ચાંદી

સૌથી પહેલા ચાંદીની વાત કરીએ તો ગત 2 ફેબ્રુઆરીના સુધી 4 દિવસમાં ચાંદી લગભગ 2 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ હતી પરંતુ તે પછી તેમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. ગયા મંગળવારે mcx પર 5 માર્ચ સુધીની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં ઉછાળો આવીને તેના ભાવ 268801 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયા હતા અને બુધવારે ખૂલતાની સાથે જ તે 284094 પર પહોંચી ગઈ હતી એટલ કે એક જ ઝટકામાં 15293 રૂપિયા ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

સોનાના ભાવમાં પણ વધારો

સોનાની વાત કરીએ તો આ કિંમતી ધાતુના ભાવમાં પણ ચાંદીની જેમ જ ચેલાલ થોડા દિવસોમાં ઘટાડો નોંધાયાઓ હતો અને હવે તે પણ તોફાની તેજીથી આગળ વધી રહી છે. છેલ્લા કારોબારી દિવસે MCX Gold Rate 1,53,809 પર બંધ થયા હતા અને બુધવારે વાયદા ક્મોડિટી માર્કેટમાં કારોબાર શરૂ થતાંની સાથે જ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ વધીને 160755 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો એટલે કે સોનાના ભાવમાં 6946 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીની જેમ જ સોનાના ભાવમાં [એન 29 જાન્યુઆરીના રોજ ઓલ ટાઈમ હાઇ લેવલ ક્રોસ કરીને તેનો ભાવ 193096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો અને આ સ્તરથી ભાવ ઘટીને હાલ 32341 રૂપિયા જેટલા ઓછા થયા છે.

આ પણ વાંચો: એક જ દિવસમાં શેર માર્કેટની રફ્તારને વાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટી બંને લપસ્યાં

vtv app promotion

ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર-રૂપિયા વિનિમય દર. આ જ કારણ છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા રહે છે. ભારતીય સંસ્કૃતિમાં, સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં, પણ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ માંગ હોય છે.નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold rates today એક જ દિવસમાં શેર માર્કેટની રફ્તારને વાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટી બંને લપસ્યાં Gold-Silver Rates silver rates today
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ