બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / This big scam is responsible for the resignation of the education committee in Rajkot

એક્શન / રાજકોટમાં રાતોરાત શિક્ષણ સમિતિના રાજીનામાં પાછળ આ મોટું કૌભાંડ જવાબદાર, CR પાટીલ સુધી પહોંચી હતી ફરિયાદ

Malay

Last Updated: 11:00 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામાં લેવાયા બાદ હવે શાસનાધિકારી અને શિક્ષક સંઘ પ્રમુખ સામે કાર્યવાહી થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુનિફોર્મ કૌભાંડ મામલે તમામ સામે 7 દિવસમાં કાર્યવાહી થઈ શકે છે.

 

  • શિક્ષણ સમિતિ વિરુદ્ધ થઈ શકે કાર્યવાહી
  • 7 દિવસમાં થઈ શકે કાર્યવાહી
  • સમિતિને યુનિફોર્મ કૌભાંડ નડ્યું?

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાસનાધિકારી, શિક્ષક સંઘના પ્રમુખ સામે 7 દિવસમાં પગલાં લેવાય તેવી સંભાવના છે. ગઈકાલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવાયા હતા. સમિતિના વિસર્જન પાછળ યુનિફોર્મ કૌભાંડ કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. યુનિફોર્મ કૌભાંડનો મુદ્દો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના દરબારમાં ગુંજ્યો હતો. જે બાદ  સી.આર પાટીલે એક જ જાટકે રાજીનામાનો નિણર્ય લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. 

શિક્ષણ સમિતિને યુનિફોર્મ કૌભાંડ નડ્યું?
સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 લાખથી વધુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે. પરંતુ શિક્ષણ સમિતિએ ટેન્ડર વિના યુનિફોર્મની ખરીદી કરી હતી. શિક્ષણ સમિતિએ તમામ આચાર્યને ફિક્સ દુકાનમાંથી યુનિફોર્મ ખરીદવાની સૂચના આપી હતી. તમામ લોકોને શિક્ષક સંઘના પ્રમુખની દુકાનમાંથી ખરીદી કરવા સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિની સૂચના બાદ 17 લાખના યુનિફોર્મની ખરીદી કરવામાં આવી હતી. મનપા સંચાલિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ યુનિફોર્મની ખરીદી કરવામાં આવી હતી. શિક્ષકો માટે યુનિફોર્મની 2 જોડીની ખરીદી કરવામાં આવી હતી. આ યુનિફોર્મની ખરીદી 5 હજાર 500 રૂપિયા લેખે કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે બેઠક યોજાયા બાદ રાજીનામા
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની બેઠક યોજાયા બાદ ગઈકાલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. 

ચેરમેન સહિત તમામ સભ્યોએ આપ્યા હતા રાજીનામા 
ગઈકાલે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા.

પક્ષનો નિર્ણય સમિતિના તમામ સભ્યોએ માન્ય રાખ્યોઃ કમલેશ મિરાણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા બાદ રાજકોટ ભાજપ શહેર પ્રમખ કમલેશ મિરાણીનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપમાં ક્યારેય વિવાદ હોતો નથી. પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય લીધો છે અને પક્ષનો નિર્ણય સમિતિના તમામ સભ્યોએ માન્ય રાખ્યો છે. તેમણે જણાવ્યું છે કે, અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્વના હોય છે. હવે પાર્ટીના આદેશ બાદ નવી કમિટીની રચના કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ