બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / things that hurt your mental health avoid these habits

હેલ્થ / શું તમને પણ છે આવી કુટેવો? તો સુધારી દેજો, નહીં તો મેન્ટલ હેલ્થને થશે નુકસાન

Manisha Jogi

Last Updated: 05:44 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કઈ આદતોને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મોટાભાગના લોકોને માનસિક સમસ્યા
  • કઈ આદતોને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે?
  • માનસિક સમસ્યા ના થાય તે માટે આ આદત છોડવી જરૂરી

આજના સમયમાં મોટાભાગના લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ કયા કારણોસર અને કઈ આદતોને લીધે થાય છે, તે વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. કઈ આદતોને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કેફીનનું વધુ સેવન- કેફીનયુક્ત પીણા ચા અને કોફીનું વધુ માત્રામાં સેવન કરવાને કારણે માનસિક આરોગ્ય પર ખરાબ અસર થાય છે. 

ગંદકી- અનેક લોકો રૂમ અસ્ત વ્યસ્ત રાખતા હોય છે. ગંદકીમાં રહેવાને કારણે વ્યક્તિને ડિપ્રેસ્ડ ફીલ થાય છે અને હંમેશા થાકેલો રહે છે. 

ખોટો બોડી પોશ્ચર- ઘણા લોકો ખોટા બોડી પોશ્ચરમાં બેસે છે, જેના કારણે થાક, ચિંતા અને તણાવની તકલીફ થાય છે. આ કારણોસર હંમેશા જ્યારે પણ બેસો ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, કરોડરજ્જૂના હાડકાં પર વધુ વજન ના આવે. 

પાણીનું યોગ્ય માત્રામાં સેવન- જો તમે દરરોજ 2 લીટર કરતા ઓછું પાણી પીવો તો તમને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. બ્રેઈન યોગ્ય પ્રકારે કામ કરે તે માટે પાણીનું યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ. 

ડાયટ શિડ્યુલ- અનેક લોકો સમયસર ભોજન કરતા નથી, જેના કારણે બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. જેના કારણે સ્ટ્રેસ અને ડિપ્રેશનની તકલીફ થાય છે. આ કારણોસર સમયસર ભોજન કરવું જરૂરી છે. 

અપૂરતી ઊંઘ- આજકાલ મોટાભાગના લોકોને મોડી રાત સુધી વેબસીરિઝ જોવાની આદત હોય છે. જેના કારણે લોકો સમયસર ઊંઘતા નથી અને આરામ કરતા નથી. જેના કારણે સમય જતા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. 

હેલ્ધી ડાયટ- જંક ફૂડનું વધુ સેવન ના કરવું જોઈએ. આ આદતના કારણે  માનસિક આરોગ્યને નુકસાન થઈ શકે છે. જંક ફૂડનું વધુ સેવન કરવાથી ડિપ્રેશન વધવા લાગે છે. 

ઓવરથિંકિંગ- જો તમે વધુ ઓવરથિંકિંગ કરો તો તેના કારણે માનસિક આરોગ્યની સમસ્યા થઈ શકે છે. વધુ વિચારવાથી વ્યક્તિ ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બનવા લાગે છે. 

વધુ વાંચો: બાળકોમાં દેખાતા આ લક્ષણો હોઈ શકે છે 'ડાયાબિટીસ'ના સંકેત, નજરઅંદાજ કર્યા તો આવશે પસ્તાવવાનો વારો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ