બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news diabetes in children early symptoms for detection of diabetes

સાવધાન / બાળકોમાં દેખાતા આ લક્ષણો હોઈ શકે છે 'ડાયાબિટીસ'ના સંકેત, નજરઅંદાજ કર્યા તો આવશે પસ્તાવવાનો વારો

Arohi

Last Updated: 02:48 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes In Children: ડાયાબિટીસ એક એવી બીમારી છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તને પોતાનો શિકાર બનાવી શકે છે. આ બીમારી દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરી શકે છે. જેમાં બાળકો પણ શામેલ છે.

  • બાળકોમાં દેખાય છે આ લક્ષણ? 
  • તો થઈ જજો સાવધાન 
  • હોઈ શકે છે ડાયાબિટીસ 

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના કેસ ધીરે ધીરે વધતા જઈ રહ્યા છે. ઈંસુલિનની કમી કે ઈંસુલિન રેજીસ્ટંસના કારણે બ્લડ શુગરને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જેના કારણે શુગર લેવલ વધી જાય છે. આ કંડિશનને ડાયાબિટીસ કહે છે. 

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ડાયાબિટીસ પુખ્તવયના લોકોમાં થતી બીમારી છે. પરંતુ બદલતી લાઈફસ્ટાઈલના કારણે હવે આ બીમારી બાળકોને પણ પોતાનો શિકાર બનાવવા લાગી છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. 

આ બીમારીના કારણે બાળકોના વિકાસ અને તેમના સામાન્ય જીવન પર પણ પ્રભાવ પડી શકે છે. માટે બાળકોમાં ડાયાબિટીસથી અમુક શરૂઆતી લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. જેથી તે સમસ્યા ગંભીર રૂપ ન લે. આવો જાણીએ કયા લક્ષણોની મદદથી તમે બાળકોમાં ડાયાબિટીસની જાણકારી મેળવી શકાય છે. 

વજન ઓછુ થવું
જો તમારા બાળકનું વજન અચાનક ઓછુ થવા લાગે તો તે ડાયાબિટીસનો એક સંકેત હોઈ શકે છે. વગર કોઈ કારણે વજન એછુ થવું ડાયાબિટીસનું એક મોટુ લક્ષણ હોઈ શકે છે. જોકે આ લક્ષણ ટાઈપ-1 ડાયાબિટીસમાં વધારે જોવા મળે છે. પરંતુ ટાઈપ-2 ડાયાબિટીસમાં પણ વજન ઓછુ થઈ શકે છે. 

થાક 
બાળક જો જલ્દી થાકી જાય છે કે હંમેશા થાકેલુ રહે છે તો આ ડાયાબિટીસનો એક સંકેત હોઈ શકે છે. વગર કોઈ શારીરિક મહેનતે થાક લાગવો સામાન્ય વાત નથી. માટે જો તમારા બાળકમાં આ સંકેત જોવા મળી રહ્યા છે તો સાવધાન થઈ જાઓ. 

વધારે તરસ લાગવી 
બ્લડ શુગર લેવલ વધવાના કારણે વધારે તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે. માટે જો તમારૂ બાળક અચાનક જરૂર કરતા વધારે પાણી પીવાનું શરૂ કરી દે છે તો તે ડાયાબિટીસના ખતરા તરફ ઈશારો કરે છે. 

વધારે ભૂખ લાગવી 
જો તમારા બાળકને વારંવાર ભૂખ લાગે છે તો આ એક સમસ્યાનો વિષય હોઈ શકે છે. ડાયાબિટીસના લક્ષણોમાં એ પણ શામેલ છે કે ભરપેટ ભોજન કર્યા બાદ પણ બાળકને ભૂખ લાગતી રહેવી. 

વારંવાર યુરિનેટ કરવું 
બ્લડ શુગર વધવાના કારણે વારંવાર તરત લાગે છે જેના કારણે વધારે યુરિનેટ કરવું પડે છે. ટોયલેટ ટ્રેઈન્ડ હોવા છતાં બાળકને ઘણી વખત સુતી વખતે બેડમાં પેશાબ કરવાની સમસ્યા થાય છે. 

વધુ વાંચો:શું તમને પણ છે વારંવાર પેશાબની સમસ્યા? આયુર્વેદિક ઉપાયથી મળી શકે છે રાહત

મૂડમાં ફેરફાર 
બાળકના મૂડમાં અચાનક ફેરફાર આવવો, જેમ કે ચિડિયાપણુ, વારંવાર રોવું, ગુસ્સો આવવો વગેરે જોવા મળે તો આ પણ ડાયાબિટીસનો એક સંકેત હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ