બ્રેકિંગ ન્યુઝ
VTV / Things that help in keeping the blood pure
Last Updated: 07:34 PM, 29 July 2023
ADVERTISEMENT
શરીરમાં શુદ્ધ લોહીની ખૂબ જ આવશ્યકતા હોય છે અને જો લોહી અશુદ્ધ હોય તો પિમ્પલ્સ ઉપરાંત આંતરડાનું સ્વાસ્થ્ય ખરાબ થવા સહિત કબજિયાત અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી વધુમાં શ્વાસ ચડવા જેવી અનેક સમસ્યાઓ આવી શકે છે. ત્યારે અયોગ્ય ખરાબ અને ખોટા પ્રકારની જીવનશૈલીને પરિણામે લોહી અશુદ્ધ થતું હોય છે. આવી સ્થિતિમાં અમુક કુદરતી વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે ત્યારે આવો જાણીએ વિસ્તારથી!
લીમડાના ચાવી જવા જોઈએ
ADVERTISEMENT
લોહી શુદ્ધ રાખવા માટે લીમડાનું પાન ખૂબ જ ઉપયોગી છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે લોહીમાં એકઠા થતા ઝેરને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. જેથી સવારે ખાલી પેટ 4 થી 5 પાન લીમડાના ચાવી જવા જોઈએ જેથી લોહી સાફ થાય છે.

ADVERTISEMENT
ગોળનું સેવન કરવું
વધુમાં ગોળ પણ લોહીને સાફ રાખવામાં મદદરૂપ થાય છે. ગોળને આર્યનનો શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. તે હિમોગ્લોબીનનું પ્રમાણ પણ જાળવી રાખે છે. તે લોહીને શુદ્ધ કરે છે જેથી ગોળનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT

હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ
લોહીને શુદ્ધ રાખવા માટે હળદરનું સેવન પણ કરી શકાય છે. હળદરમાં મોટી માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોવાથી તેમાં રહેલી એન્ટીફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
ADVERTISEMENT

તે જ રીતે કફ અને શરદી મટાડવામાં મદદરૂપ થતી તુલસી પણ લોહીને શુદ્ધ રાખી શકે છે જેથી સવારે પાંચ થી છ પાન તુલસીના ચાવવા જોઈએ તેમ જ સફરજન અને લસણ પણ બ્લડ પ્રેસર કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ નીવડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.