બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / ગુજરાતના પ્રખ્યાત 5 હનુમાનજીના મંદિર, કાના કડિયાએ બનાવેલી મૂર્તિ જગવિખ્યાત, કરો દર્શન

જય બજરંગબલી / ગુજરાતના પ્રખ્યાત 5 હનુમાનજીના મંદિર, કાના કડિયાએ બનાવેલી મૂર્તિ જગવિખ્યાત, કરો દર્શન

Last Updated: 08:11 AM, 12 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે.

આજે હનુમાન જંયતિ છે,આમ તો ગુજરાતમાં હનુમાનજીના હજ્જારો મંદિરો આવેલા છે પરંતુ આજે આપણે રાજ્યના એ પાંચ હનુમાન મંદિરો વિશે વાત કરીશું જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

સાળંગપુરના હનુમાન, બોટાદ

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર હનુમાનજીના વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં સૌથી ટોચ પર છે. તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ) હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે.

કઇ રીતે બન્યું મંદિર ?

એ સમયે બોટાદમાં કાનો કડીયો હતો. આ કડીયો નાના-નાના મકાનો બનાવનાર હતો. એ કડીયા અને પાંચ સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા. વિક્રમ સંવત 1904માં સ્વામી અહીં આવ્યા. આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણાકરી.''

ગોપાળાનંદ સ્વામીએ કાના કડીયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ. કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું, શિલ્પી નથી. મને મૂર્તિ બનાવતા ન આવડે. સ્વામીએ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થશે. સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે, પાંચ મહિના સુધી આ મૂર્તિનું કામ ચાલ્યું હતું.

''એ સમયે કેશવદાસજી સ્વામી હતા, એમને સમાધી કરાવી અક્ષરધામમાં મોકલ્યા. કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામીનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદસ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે. ત્યારે સ્વામીનારાયણ ભગવાને ત્યાં બેઠા-બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે. તે જીવ-પ્રાણી માત્રના કષ્ટોનો નાશ કરશે. એટલે એનું નામ કષ્ટભંજન દેવ પડ્યું. બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેળ કે તેલ ચડાવશે, થાળ ધરાવશે એમને તમામના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે. પછી કેશવદાસજી સ્વામી સમાઘીમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી.''

પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું, સ્વામીએ અષ્ટાંગયોગ સિદ્ધ કરેલો હતો. આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા. એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા. ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી. ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા. એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી. એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. સ્વામીએ કહ્યું કે થોડીવાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા. પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે. પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ-પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્રને માત્ર તેના દુ:ખ દૂર કરવાના છે.

salagpur final

સાકરિયા હનુમાન, મોડાસા

અરવલ્લી જીલ્લાના મોડાસાથી 4 કિમી દુરના સાકરીયા ગામે હનુમાનજીની શયન કરતી સ્વયં મુર્તિ ભક્તોની આસ્થાનાનું કેન્દ્ર છે. ગુજરાતમાં એક અને ભારતમાં માત્ર બે જ જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિઓ સ્થપાયેલ છે. જેમાં એક અરવલ્લી જીલ્લામાં અને બીજી ઇલાહબાદમાં ત્રિવેણી સંગમ ખાતે હનુમાન દાદાની મૂર્તિની પૂજા થાય છે. ગુજરાતના આ મંદિરને ભીડ ભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે.અહી મૂર્તિ પ્રગટ થયા બાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં હનુમાનજીની 10 ફૂટ ઉંચી મુર્તિ સ્થાપિત છે. પાંચ ધાતુથી આ મુર્તિ બનેલી છે. મંદિરમાં અનેક ઐતિહાસિક પુરાતત્વોના પ્રમાણ મળે છે. જેથી અનુમાન લગાવી શકાય કે પાંડવોએ ગુજરાતમાં અજ્ઞાતવાસ પણ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુને પવિત્ર સ્થાન પર હનુમાનજીની મુર્તિ સ્થાપિત કરી હતી.કૌરવો સાથેના યુદ્ધમાં અર્જુને હનુમાનજી પાસે મદદ માગતા સંકટ મોચન પ્રસન્ન થયા હતા અને અર્જુનના રથ પર બિરાજમાન થઇને પાંડવોની રક્ષા કરી હતી.

સાકરિયા હનુમાન ફાઇનલ

કેમ્પના હનુમાન, અમદાવાદ

ગુજરાતમાં અમદાવાદમાં શાહિબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર, જે ખુબજ ચમત્કારિક માનવામાં આવે છે અને તેના પરચા અનેક શ્રદ્ધાળુઓને મળ્યા છે. અહીં લોખો શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, અહીં હનુમાનજી પાસે માંગેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ તો શ્રદ્ધાળુઓની લાઇન દરરોજ હોય જ છે, પરંતુ ખાસ કરીને શનિવાર અને મંગળવારે અહીં વિશેષ આરાધના થાય છે. આ મંદિર વર્ષો જુનું છે. 100 વર્ષ પહેલા પંડિત ગજાનંન પ્રસાદ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું. ત્યારથી જ આ મંદિર દેશ-વિદેશમાં ખૂબજ પ્રચલિત છે. દેશના માજી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયી અને સ્વ.ઇન્દિરા ગાંધી આ મંદિરના દર્શન કરવા આવેલા છે. આ મંદિરના છેલ્લા મહંત પંડિત દ્વારકા પ્રસાદજી 2006માં આ દુનિયા છોડી ગયા હતાં.

કેમ્પ હનુમાન

લાંભવેલના હનુમાન, આણંદ

આણંદ જિલ્લાના લાંભવેલ ગામ ખાતે હનુમાનજી મહારાજનું પુરાતન યાત્રા ધામ આવેલ છે જે આણંદ શહેરથી લગભગ 2થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર આણંદ નડિયાદ રોડ પર હોવાથી અહીંયા પસાર થતાં અનેક લોકો મંદિરના દર્શન અવશ્ય કરે છે. આ મંદિરમાં પ્રવેશતાની સાથે મંદિરનો મોટો દ્વાર જોવા મળે છે સાથે સાથે ત્યાંનો મોટું ચોગાન અને ચારેય બાજુ વર્ષો જૂના ઝાડ જોવા મળે છે. બીજી બાજુ નજર કરતા મંદિરના શિખર પર સોનાનો કળશ જોવા મળે છે, તેમજ અહીંયા આવતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે છે. સોળમા સૈકાની વાત છે આ મંદિરના નજીકમાં એક લાભુ નામનો ભરવાડ રહેતો હતો જે પોતાની ગાયો લઈને રોજ ઘાસ ચરવા જતો હતો તેમાં એક ગાય રોજ આંકડાના છોડ પર ઊભી રહે અને ત્યાં તે ગાયનું દૂધ આંચળમાંથી વહી જતું અને આમ રોજ થતું પણ સાંજે લાભુ ભરવાડ ધણ લઈને પાછો ઘેર ફરે અને દોવા બેસે ત્યારે તે ગાય દૂધ ન આપે, આવું રોજ થતું એક દિવસ આ ગાય પર પાછળ ધ્યાન રાખીને જોયું ત્યારે ખબર પડી કે અહીંયા ગાય ઊભી રહે છે અને દૂધ વહી જાય છે આ જોઈને નવાઈ લાગી અને રાત્રે વિચારતા સૂઈ ગયો અને તેણે સપનું આવ્યું એટલે સવારે તે જ જગ્યા પર ખોદવાનું શરૂ કર્યું ત્યારે ખોદતા તેને કોદારી પર લાલ રંગ દેખાયો અને સપનાની વાત તેને સાચી લાગવા લાગી, પછી તેને હાથ વડે માટી ખોદી ત્યારે તેમાંથી એક સુંદર હનુમાનજીની મૂર્તિ મળી આવી અને ત્યારથી જ અહીંયા સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે.

લાંભવેલ ફાઇનલ

આ પણ વાંચોઃ આજે હનુમાન જયંતી, શુભ મુહૂર્તમાં કરો બજરંગબલીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને આરતી

રાયણીવાલા હનુમાન, વલસાડ

વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્વરૂપે નહીં પણ જીવંત હાજરા હજૂર હોય તે સ્વરૂપે પૂજાઈ રહ્યા છે. વલસાડના કલગામમાં આવેલું રાયણીવાળા હનુમાનજી મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે આવેલું છે કલગામ.. કલગામ ખૂબ નાનું ગામ છે.. પણ આ ગામ ન માત્ર ઉમરગામ તાલુકો પરંતુ સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે.. કારણ કે આ નાનકડા ગામમાં બજરંગબલીનું અનોખુ મંદિર આવેલું છે. જે પરમ આસ્થાનું કેન્દ્ર છે. ગામમાં એક વિશાળ ઘટાદાર વૃક્ષ છે. વડના વૃક્ષની જેમ ઘટાદાર વિકસેલું ઝાડ આમ સામાન્ય વૃક્ષ લાગે છે પણ સામાન્ય લાગતા ઝાડને લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાન તરીકે પૂજે છે. જે રાયણીનું ઝાડ છે. વર્ષો જુના રાયણીના ઝાડમાં હનુમાનજી મહારાજ બિરાજતા હોવાની લોકોની માન્યતા છે. સામાન્ય મંદિરોમાં હનુમાનજી મહારાજ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય છે. પણ આ મંદિરમાં હનુમાનજી રાયણીના ઝાડમાં પ્રગટ થયેલા હોવાના માન્યતા સાથે જીવંત સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Camp Hanuman Hanumanji Temples Salangpur Hanuman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ