ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં પ્રથમવાર પાક. વિરૂદ્ધ રમશે આ 5 ભારતીય ખેલાડીઓ! જુઓ લિસ્ટ

Asia Cup 2025 / એશિયા કપમાં પ્રથમવાર પાક. વિરૂદ્ધ રમશે આ 5 ભારતીય ખેલાડીઓ! જુઓ લિસ્ટ

Last Updated: 09:56 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે એશિયા કપના ગૃપ મેચનો સૌથી મોટો મુકાબલો યોજાવાનો છે. પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતની ટીમમાં પાંચ પ્લેયર્સ એવા હોઈ શકે છે જે ક્યારેય પાકિસ્તાન સામે T20 મેચ નથી રમ્યા.

ADVERTISEMENT

આગામી રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત નથી કરાઈ. જેમાં ભારતીય ટીમમાં પાંચ પ્લેયર્સ એવા છે જેમને આજ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ નથી રમી. આ પ્લેયર્સને 14 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાનો મોકો મળી શકે છે.

  • આ પ્લેયર્સ પાકિસ્તાન સામે કોઈ મેચ નથી રમી શક્યા

વર્ષ 2012-13 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. આ બંને ટીમો વચ્ચે ક્રિકેટ મેચ માત્ર આંતરરાષ્ટ્રીય (ICC) અને એશિયન (ACC) ઇવેન્ટ્સમાં જ યોજાય છે. જેથી ભારતીય ટીમમાં સામેલ થયેલા યંગસ્ટર્સ આજદિન સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ રમી શક્યા નથી. આ પ્લેયર્સમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન અને જીતેશ શર્મા, તિલક વર્મા અને રિંકુ સિંહનો સમાવેશ થાય છે.

ભારતના આ પાંચ પ્લેયર્સમાંથી ત્રણ પ્લેયર્સને એશિયા કપના પહેલી મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. UAE સામેની પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, તિલક વર્મા અને સંજુ સેમસનનો સમાવેશ કરાયો હતો. જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે તો 14 તારીખે આ પ્લેયર્સ પાકિસ્તાન સામે તેમના કરિયરની પહેલી મેચ રમશે. તો રિંકુ સિંહ અને જીતેશ શર્માને ટીમમાં કદાચ ચાંસ મળી પણ શકે છે.

વધુ વાંચો : એશિયા કપમાં પાકિસ્તાનનો પાવરફૂલ અંદાજ, પરંતુ પોઇન્ટ્સ ટેબલમાં ભારત આગળ સૂરસૂરિયું

  • ગિલ અને કુલદીપ
    ઉલ્લેખનીય છે કે, આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. એવામાં શુભમન ગિલ અને કુલદીપ યાદવ ભારતીય ટીમમાં એવા બે પ્લેયર્સ છે જેમને પાકિસ્તાન સામે ODI મેચ રમેલી છે પરંતુ અત્યાર સુધી ક્યારેય T20માં પાકિસ્તાન સામે નથી રમ્યા. શુભમન ગિલ અને કુલદીપ યાદવ 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે તેમની પહેલી T20 મેચ રમી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND vs PAK Indian Squad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ