બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / There was a stir when a dead baby was found in the Sabarmati river and a baby alive from Nicole

હડકંપ / અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે? સાબરમતીમાંથી મૃત તો નિકોલમાં મળી આવ્યું જીવિત બાળક, બે દિવસમાં બે ભ્રૂણ પણ મળ્યા

Vishal Khamar

Last Updated: 05:15 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2 દિવસમાં 1 મૃત બાળક તેમજ એક જીવતું બાળક મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ મામે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાં 2 દિવસમાં 2 ભ્રૂણ, 1 મ્રુત બાળક અને 1 જીવતું બાળક મળ્યું
  • આજે સવારે ઇસનપુર વિસ્તારમાંથી 1 ભ્રૂણ મળી આવ્યુ
  • ઇશનપુર પોલીસે ભ્રૂણ અંગે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં 2 દિવસમાં 2 ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજે સવારે ઈસનપુર વિસ્તારમાંથી 1 ભ્રૂણ મળી આવ્યું હતું. જે મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ગઈકાલે સાબરમતી નદીમાંથી જન્મેલું બાળક મૃત હાલતમાં મળ્યું હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નિકોલનાં કઠવાડા નજીક પાણીની ટાંકી પાસે એક બાળક મળી આવ્યું હતું. કઠવાડા નજીકથી તાજુ જન્મેલું બાળક મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે બાળકને સારવાર અર્થે ઓઢવ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લઈ ગયા હતા.

સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો
સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી. તે દરમ્યાન OT  આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. સગીરા ગર્ભવતી બનતા સગીરાએ ભ્રુણનો શહેર કોટડા વિસ્તારમાં નિકાલ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

સોલા પોલીસે યુવકની ધરપકડ કરી 
આ બાબતે સોલા પોલીસે સોલા હોસ્પિટલમાં  OT  આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરા દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી ભ્રુણને શહેર કોટડા વિસ્તારમાં ત્યજી દેતા આ મામલે શહેર કોટડા પોલીસે સગીરા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ