ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / There are 3 temples in the country where luck is changed only by darshan

ધર્મ / દેશના 7 એવા મંદિરો જ્યાં માત્ર દર્શન કરવાથી બદલાઈ જાય છે કિસ્મત

Published By: Intern

Last Updated: 11:56 AM, 14 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતાઓ અનુસાર મંદિરોનું ખુબ જ મહત્વ હોય છે. ભારતમાં ઘણાં એવા મંદિરો છે જ્યાં માત્ર દર્શન કરવાથી બધી જ પ્રકારની સમસ્યાઓ દુર થઈ જાય છે. અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આજ અહી એવા કેટલાક પ્રમુખ મંદિરોની જાણકારી આપવાના છીએ.

ADVERTISEMENT

૧. સિદ્ધી વિનાયક મંદિર ( મુંબઈ )
મહારાષ્ટ્રમાં એક એવું મંદિર જ્યાં ગણપતિ બાપ્પાની સામે બેસીને લખવાથી અથવા તેમના કાનમાં બોલવાથી પોતાની દરેક મનોકામના પૂરી થાય છે. એવું અહીં આવનારા ભક્તોની માન્યતા છે.

૨. બાબા વિશ્વનાથ મંદિર ( વારાણસી )


કાશીને ભગવાન શિવની નગરી માનવામાં આવે છે. શિવની આ મંદિર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.  આ 12 જ્યોર્તિલિંગમાંથી માત્ર આ એક જ એવું મંદિર છે. જ્યાં ભક્તોએ બાંધેલા દોરા બંધયેલા જ રહે છે.

૩. તિરુપતિ બાલાજી ( આંધ્રપ્રદેશ )


તિરુપતિ બાલાજી ભારતના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આંધ્રપ્રદેશમાં સ્થિત આ મંદિરમાં રોજે ભક્તોની ભીડ એટલી હોઈ છે. સમુદ્ર તલથી ૩૨૦૦ ફીટની ઊંચાઈ પર સ્થિત વેંકટેશવરની મૂર્તિ અહી સૌનું આકર્ષણનું કેન્દ્ર છે.

૪. મહાકાલેશ્વર મંદિર ( ઉજ્જૈન )


કાળોનાં કાળ મહાકાળની નગરી એટલે ઉજ્જૈન. ભારતમાં ઉજ્જૈનનું ખુબ જ મહત્વ છે. અહી આરતી દરમિયાન પુજારી એક વસ્ત્ર ધોતીમાં જ હોય છે. આ આરતીમાં અન્ય વસ્ત્રો ધારણ કરવાનો કોઈ નિયમ નથી. મહાકાલની આરતી ભસ્મ થાય એવી અહીની માન્યતા છે. મહાકાલ શ્મશાનના સાધક છે અને તે જ તેમનો શૃંગાર અને આભુષણ છે તેવી ભક્તોની માન્યતા છે.

૫. રામેશ્વર ( તમીલનાડુ )


દક્ષીણ ભારતમાં રામેશ્વરને હિંદુ ધર્મનું સૌથી ધાર્મિક સ્થાન માનવામાં આવે છે. રામેશ્વર હિંદુ ધર્મના બધા જ તીર્થોમાં કરતા વધારે પવિત્ર છે. વધારે પવિત્ર એટલા માટે માનવામાં આવે છે. કારણ કે અહી પ્રકુતિ ખુબ જ સુંદર છે.


૬. શ્રી બાલાજી મંદિર ( મહેંદીપુર )


રાજસ્થાનમાં દૌસા જીલ્લામાં મહેન્દીપુર નામનું એક પાવન સ્થળ છે. આ સ્થળ પર હનુમાનજી પોતાના બાળ રૂપમાં બિરાજમાન છે. મહેન્દીપુરમાં હનુમાનજી પ્રધાન દેવ છે અને શ્રી ભૈરવ બાબા અને શ્રી પ્રેતરાજ સરકાર બાલાજી મહારાજના સહાયક દેવ છે. શ્રી બાલાજી મહારાજના આ પાવન તીર્થ પર જે પણ જાય છે તેમની મનોકામના પૂરી થાય છે. હનુમાનજીના આ દરબારમાંથી  કોઈ ખાલી હાથે પાછું નથી જતું.

૭. વૈષ્ણવ દેવી ( કટ્ટરા, જમ્મુ કશ્મીર )


માતા વૈષ્ણવ દેવીની મહિમા અપરંપાર છે. નવા વર્ષમાં તમે પણ માતા રાણીના દર્શન કરવા જાવ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને આ જ સમયે તમને પ્રાચીન ગુફામાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.      
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Temple ધર્મ ધર્મ દર્શન Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ