ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દુનિયાની સૌથી મોટી 'મચ્છર ફેક્ટરી', ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવી બીમારીથી બચાવશે, જાણો કેવી રીતે

વિશ્વ / દુનિયાની સૌથી મોટી 'મચ્છર ફેક્ટરી', ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવી બીમારીથી બચાવશે, જાણો કેવી રીતે

Published By: Nirav Kumar

Last Updated: 01:19 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલમાં મચ્છરોની ફેક્ટરી બનાવવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પન કરવામાં આવશે. પણ બ્રાઝિલ આ મચ્છરોનું શું કરશે તે આપણે અહીંયા જાણીએ.

ADVERTISEMENT

વિશ્વભરમાં જ્યાં મચ્છરોને મારવા માટે ઉપાય કરવામાં આવી રહ્યા છે ત્યાં બ્રાઝિલ મચ્છરોની ફેક્ટરીઓ સ્થાપી રહ્યું છે. આ મચ્છરની ફેક્ટરીમાં લાખો મચ્છરના લાર્વા પેદા કરાશે અને પછી તેમાંથી મોટા મચ્છરોમાં તૈયાર કરાશે. પરંતુ બ્રાઝિલ આ લાખો મચ્છરોનું શું કરશે ચાલો તે વિશે જાણીએ.

બ્રાઝિલે લાખો લોકોને ગંભીર બીમારીથી બચાવવા માટે વિશ્વની સૌથી મોટી મચ્છર ફેક્ટરી સ્થાપી રહી છે. એવો દાવો છે કે આ મચ્છર બ્રેક બોન ફીવર અને ડેન્ગ્યુ જેવા જીવલેણ બીમારીથી બચાવશે. આ મચ્છરજન્ય બીમારી દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકોને અસર પહોંચાડે છે. આથી બ્રાઝિલે વોલ્બાચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છરોના સંવર્ધન માટે આ બાયોફેક્ટરી બનાવી છે. દાવા મુજબ આ પદ્ધતિ આગામી વર્ષોમાં દેશભરમાં આશરે 14 કરોડ લોકોને ડેન્ગ્યુથી બચાવવા માટે તૈયાર હશે.

ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલે કુરિતિબામાં વોલ્બિટો ખાતે બે મચ્છર પ્લાન્ટ શરૂ કર્યા છે. બ્રાઝિલમાં આવા બીજા પ્લાન્ટ પણ બનાવવામાં આવશે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના સમર્થન સાથે વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામ, ઓસ્વાલ્ડો ક્રુઝ ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર બાયોલોજી ઓફ પારાના વચ્ચેનું આ જોઈન્ટ વેન્ચર અઠવાડિયમાં 10 કરોડ મચ્છરના ઇંડા બનાવી શકશે.

  • શું કરશે વોલ્બાચિયા બેક્ટેરિયા?
    વોલ્બાચિયા બેક્ટેરિયા મચ્છરોને ડેન્ગ્યુ, ઝિકા અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીના પ્રસારને રોકવામાં મદદ કરે છે. આથી તૈયાર કરેલા મચ્છરોને સ્થાનિક મચ્છરોની પાસે છોડવામાં આવશે, જેનાથી બેક્ટેરિયા વાયરલ ઇન્ફેક્શન રોકવામાં મદદ કરશે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ પદ્ધતિ 2014 થી બ્રાઝિલના આઠ શહેરોમા 50 લાખથી વધુ લોકોને રક્ષણ પૂરું પાડી ચૂકી છે.

વધુ વાંચો : મોંગોલિયામાં એવું તો શું મળી આવ્યું કે, વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

  • શું છે વોલ્બાચિયા?

એક્સપર્ટ અનુસાર, વોલ્બાચિયા માત્ર જંતુના કોષોમાં રહે છે આથી જો જંતુ મરી જાય તો તે પણ મરી જાય છે. વોલ્બાચિયા કુદરતી રીતે 60 ટકાથી વધુ જંતુઓમાં જોવા મળે છે અને સદીઓથી તેને મનુષ્યો સાથે કોઈ સંપર્ક નથી કર્યો. WHO ના ડેટા મુજબ ગયા વર્ષે બ્રાઝિલમાં ડેન્ગ્યુથી 6297 લોકોના મૃત્યુ થયા હતા. ડેન્ગ્યુના તાવમાં તીવ્ર દુઃખાવો થાય છે. જે એડીસ એજીપ્ટી મચ્છરો દ્વારા ફેલાય છે જે દર વર્ષે લાખો લોકોમાં ઇન્ફેક્શન ફેલાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mosquito Mosquito Factory Brazil

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ