પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા ઇંગ્લેન્ડનાં ‘અ પ્લાસ્ટિક પ્લેનેટ’એ ગ્રુપે ખાસ પ્રકારનું પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) શિલ્ડ તૈયાર કર્યું છે. આ દુનિયાનું પ્રથમ પીપીઈ શિલ્ડ છે, જે પ્લાસ્ટિક ફ્રી છે.
Share
ADVERTISEMENT
પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા ઇંગ્લેન્ડનાં ‘અ પ્લાસ્ટિક પ્લેનેટ’એ ઈકો ફ્રેન્ડલી કિટ તૈયાર કરી
શીલ્ડને એકવાર ઉપયોગમાં લીધા પછી તેને ઓર્ગેનિક કચરા સાથે ડિસ્પોઝ કરી શકાશે
PPE કિટ ઓર્ગેનિક કચરામાં 3 દિવસમાં તેની જાતે જ નષ્ટ થઈ જાય છે
આ શિલ્ડને લાકડાંમાંથી નીકળતા સેલ્યુલોઝ અને કાગળની મદદથી બનાવ્યું છે. ટૂંક સમયમાં તેનું વેચાણ પણ શરૂ થઇ જશે. એક પીપીઈ શિલ્ડની કિંમત ફક્ત ૪૮ રૂપિયા છે. ૧૫૦ પીપીઈવાળું પેકેટ ૭,૦૦૦ રૂપિયામાં વેચવામાં આવશે.
આ તૈયાર કરનારા અ પ્લાસ્ટિક પ્લેનેટ ગ્રૂપના ડિઝાઈનરના જણાવ્યા પ્રમાણે, હેડબેન્ડને આરામથી એડજસ્ટ કરી શકાય છે. એકવાર ઉપયોગમાં લીધા બાદ તેને ઓર્ગેનિક કચરા સાથે ડિસ્પોઝ પણ કરી શકીએ છીએ.
અમેરિકન કમ્પોસ્ટિંગ કાઉન્સિલનું કહેવું છે કે, આ શિલ્ડથી વાઈરસ ફેલાવાનું કોઈ જોખમ નથી. પ્લાસ્ટિક ફ્રી હોવાને લીધે આ પીપીઈ કચરામાં ત્રણ દિવસમાં તેની જાતે જ નષ્ટ પામે છે.
અભિયાનના કો-ફાઉન્ડર સિયાન સુથરલેન્ડે કહ્યું કે, આ પ્રકારની પીપીઈ શિલ્ડ તૈયાર કરવા પાછળનો હેતુ પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવાનો છે.
હાલ આપણે જે પ્લાસ્ટિક વાપરી રહ્યા છીએ તે અનેક વર્ષો સુધી પર્યાવરણમાં હાજર રહેશે. આ માટે આવી પીપીઈ કિટ તૈયાર કરી છે કે ઓર્ગેનિક કચરામાં આપોઅપ જ નષ્ટ થઈ જાય.
આ પીપીઈને યુરોપિયન ઇકોનોમિક એરિયાએ લીલી ઝંડી આપી દીધી છે. પ્લાસ્ટિક ફ્રી ટ્રસ્ટ માર્ક સંગઠને આ શિલ્ડની તપાસ કરી છે અને અપ્રૂવ કર્યું છે. આ પીપીઈ શિલ્ડને સિંગલ કે પેકેટમાં ખરીદી શકાય છે. તે માર્કેટમાં પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઇ જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Coronavirus
automatically
destroy
plastic free PPE Shield
use
coronavirus