બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / The work of 7000 houses of the Prime Minister Chief Ministers Housing Scheme has stopped

અમદાવાદ / ભાજપના સત્તાધીશોથી કોન્ટ્રાક્ટર રિસાયા, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી આવાસ યોજનાના 7000 ઘરોની કામગીરી અટકી, આ મુખ્ય માંગ

Kishor

Last Updated: 10:56 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવવધારાની માંગ સાથે અમદાવાદમાં કોન્ટ્રાકટરો રિસાયા હોવાથી કામગીરી અટકી પડી છે. જેને મનાવવા સત્તાધીશો કામે લાગ્યા છે.

  • અમદાવાદમાં 7000 આવાસોની કામગીરી અટકી
  • કોન્ટ્રાક્ટરે કરી ભાવ વધારાની કરી માગ
  • કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ યોજનાના મકાનો આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે. પરંતુ શહેરના સોલા, નારોલ, મોટેરા, નિકોલ સહિતના વિસ્તારોમાં બનાવવામાં આવેલા કુલ 7,000થી વધુ આવાસ યોજનાના મકાનોની કામગીરી કોન્ટ્રાક્ટરના કારણે બંધ પડી છે. કોન્ટ્રાક્ટર વંદેમાતરમ પ્રોજેક્ટ અને જ્યોતિ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરો દ્વારા 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હવે કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ભાવ વધારાની માંગણી કરવામાં આવતા કામગીરી બંધ પડી છે.

પ્રોપર્ટી ટેકસ બાકી હોય તો ભરી દેજો, AMC એક્શનમાં આવતા એક જ દી'માં 290  મિલકતોને લાગ્યા સીલ, જુઓ કઈ કઈ | If the property tax is due pay it 2 in a


60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ

7000 જેટલા આવાસ યોજનાના બંને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. જેને વિચારણા હેઠળ બાકી રાખવામાં આવી છે. ભાજપના સત્તાધીશો દ્વારા હવે કોન્ટ્રાક્ટરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે 60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભાવ વધારા માંગવાના કારણે જો તેઓ કામગીરી બંધ રાખશે અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે તો પણ વધુ ભાવ આપવા પડશે.

AMC will create 5,000 housing cost of 248 crores in ahmedabad


ભાજપના સત્તાધીશોથી કોન્ટ્રાક્ટર રિસાયા 

મહત્વનું છે કે કોરોના કહેરને લઈને કામગીરી અગાઉથી જ વિલંબમાં હતી. ત્યારબાદ હવે ભાવ વધારાની માંગ સાથે કામગીરી બંધ કરી દેવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ મામલો વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.  જેને લઈને હવે આગામી સમયમાં વિચારણા બાદ નિર્ણય કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ