બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / The victory of Congress in Telangana will indirectly benefit the BJP

રાજનીતિ / તેલંગાણામાં કોંગ્રેસની જીતથી ભાજપને પરોક્ષ રીતે થશે આ મોટો ફાયદો, સમજો આખું ગણિત

Priyakant

Last Updated: 12:01 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News: પ્રારંભિક વલણો દર્શાવે છે કે કોંગ્રેસને બહુમતી મળી રહી છે, જો અંતિમ પરિણામો પણ આ જ રહ્યા તો સીએમ KCRનું મુખ્યમંત્રી પદ પરથી વિદાય નિશ્ચિત માનવામાં આવે છે

  • તેલંગાણામાં હાલ કોંગ્રેસને મળી રહી છે બહુમતી
  • કોંગ્રેસની જીત ભાજપને ફાયદો પણ આપી શકે છે 
  • ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે ચમત્કાર અને BRS માટે ફટકો સાબિત થઈ શકે  

Assembly Elections 2023 : તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ તરફ હાલમાં તો પ્રારંભિક વલણો દર્શાવે છે કે કોંગ્રેસને બહુમતી મળી રહી છે. જો અંતિમ પરિણામો પણ આ જ રહ્યા તો સીએમ KCRનું મુખ્યમંત્રી પદ પરથી વિદાય નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીના પરિણામને કોંગ્રેસ માટે ચમત્કાર અને KCRના BRS માટે ફટકો માનવામાં આવી રહ્યો છે. ભાજપ રાજ્યમાં કોઈ જાદુ નથી બતાવી શકી પરંતુ કોંગ્રેસની આ જીત ભાજપને ફાયદો પણ આપી શકે છે. પણ આ કેવી રીતે થશે? 

શું કહી રહ્યા છે ચૂંટણીના આંકડાઓ ? 
તેલંગાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટીવી-સીએનએક્સ સર્વે અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં આવવાની ધારણા છે અને CM KCR સત્તામાંથી બહાર જવાની અપેક્ષા છે. એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 63-79 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે BRS (ભારત રાષ્ટ્ર સમિતિ, અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાતી)ને 119-માં 31-47 બેઠકો મળવાની ધારણા છે. .તે જ સમયે વલણો અનુસાર કોંગ્રેસ સરળતાથી બહુમતી તરફ આગળ વધી રહી છે. 

KCRને કેવી રીતે નુકસાન થયું ?
તેલંગાણાના મુખ્યમંત્રી KCR અને તેમની પાર્ટી પર વિરોધ પક્ષો દ્વારા સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે KCR પર તેમના વંશવાદી રાજકારણ માટે પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે. PM મોદી હોય કે રાહુલ ગાંધી બધાએ KCR પર આકરા પ્રહારો કર્યા. રાજ્યમાં જમીન કૌભાંડ જેવા મુદ્દાઓ ભાજપ અને કોંગ્રેસે ઉગ્રતાથી ઉઠાવ્યા હતા. આ સિવાય KCR તેલંગાણાની રચના પછી જ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. આવી સ્થિતિમાં તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સીનું પરિબળ પણ એક મુદ્દો હતો. 

કોંગ્રેસની મહેનત રંગ લાવી 
તેલંગાણામાં KCRને નબળા પડતા જોઈને કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ પણ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી નથી. પક્ષે ભ્રષ્ટાચારના મુદ્દે KCRને માત્ર ઘેર્યા જ નથી પરંતુ તેમના મતોમાં પણ ખાડો કર્યો છે. આ સાથે રાજ્ય માટે કોંગ્રેસ દ્વારા છ ગેરંટીની જાહેરાત પણ કામ કરી ગઈ. તમને જણાવી દઈએ કે,ખેડૂતો અને મહિલાઓ સહિત ઘણા લોકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસે લઘુમતીઓ માટે અલગ મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો હતો. એવું માનવામાં આવે છે કે આનાથી મુસ્લિમ મતો પણ કોંગ્રેસ તરફ આવ્યા. 

ભાજપમાં ક્યાં ભૂલ થઈ?
તેલંગાણાની ચૂંટણીમાં પણ ભાજપે કોઈ કસર છોડી નથી. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યમાં પાર્ટી માટે ઘણી મોટી રેલીઓ યોજી હતી. છેલ્લી ચૂંટણીની સરખામણીમાં પાર્ટીની સીટોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે પરંતુ તેમ છતાં પાર્ટી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. નિષ્ણાતો આ વિરોધનું મુખ્ય કારણ ચૂંટણી પહેલા રાજ્યના પાર્ટી નેતૃત્વમાં ફેરફારને ગણાવી રહ્યા છે. 

કોંગ્રેસની જીતથી ભાજપને ફાયદો?
તેલંગાણામાં કોંગ્રેસની જીત સાથે ભાજપને લોકસભા ચૂંટણી 2024 માટે મોટો ફાયદો મળી રહ્યો છે. પહેલા કર્ણાટક અને પછી તેલંગાણાની જીતે કોંગ્રેસને દક્ષિણમાં એક મોટા ચહેરા તરીકે આગળ લાવી છે. લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય સ્તરે કોંગ્રેસના નેતૃત્વમાં INDIA ગઠબંધનની રચના કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં આ પ્રદર્શનથી કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સામે પોતાની જાતને મજબૂત રીતે રજૂ કરશે અને અન્ય પ્રાદેશિક પક્ષો પાસેથી ચૂંટણીમાં વધુ બેઠકોની માંગ કરી શકે છે. જોકે અગાઉના વલણને જોતાં એવું લાગતું નથી કે પ્રાદેશિક પક્ષો કોઈ પણ સંજોગોમાં તેમની બેઠકો ગુમાવવાનું સ્વીકારશે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનમાં મોટો મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ અણબનાવનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ