બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / The social media girl released a demand card for marriage

OMG! / લગ્ન માટે આવો મૂરતિયો જોઈએ છે, છોકરીએ રિઝ્યુમ ટાઈપમાં આપી જાહેરખબર, કાર્ડ થયું વાયરલ

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:19 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં છોકરીએ લગ્ન માટે ડિમાન્ડ કાર્ડ બહાર પાડ્યું, લોકોએ કોમેન્ટ કરી લખ્યુ છોકરો જોઈએ કે ATM કાર્ડ?

  • છોકરીએ લગ્ન માટે ડિમાન્ડ કાર્ડ બહાર પાડ્યું
  • લોકોએ કહ્યું લગ્ન કરવાના કે નોકરી આપવાની છે
  • રિઝ્યુમ ફોર્મેટમાં છોકરીએ આપી લગ્નની જાહેરખબર

સોશ્યિલ મીડિયાના જમાનામાં રોજ બરોજ કંઈક એવનવું જાણવા મળે છે. જે જોઈને કે પછી વાંચીને પેટ પકડીને હસવાની ઈચ્છા થાય તો ક્યારેક એ બાબતે પ્રશ્નો પૂછવાની ઈચ્છા થતી હોય છે તો વળી ક્યારેક તો આશ્ચર્યથી તમારી આંખો ફાટી જાય છે. જરૂરી નથી કે વિડિયો હંમેશા કંઈક રસપ્રદ હોવો જરૂરી છે, કેટલીકવાર માત્ર ફોટો પણ લોકોને એવી માહિતી પ્રેદાન કરી જાય જે જોરદાર હોય છે જેની ચર્ચા કલાકો સુધી ચાલે છે. તસવીર વિશે એટલે જ કહેવાયું છે કે એક તસવીર સૌ શબ્દોની ગરજ સારે છે. 

લગ્ન માટે ડિમાન્ડ કાર્ડ વાયરલ
એક યુવતીએ પોતાના માટે વરરાજાની ડિમાંન્ડ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના માટે વરરાજાની માંગના ડિમાન્ડ કાર્ડની પોસ્ટ જોયા પછી, લોકોએ ત્યાં સુધી કહ્યું કે તારા ક્યારેય લગ્ન નહીં થાય. તો વળી કેટલાક લોકોએ કહ્યું કે, આ યુવતી લગ્ન વિશે ઓછું અને નોકરીની વધારે જાહેરાત કરે છે. યુવતીએ તેના લાઈફ પાર્ટનર વિશે એવી કોઈ સારી વાત નથી રાખી પરંતું તેણે પૈસાને આપ્યું તેવું લાગી રહ્યું છે ફક્ત બેંક બેલેન્સ પર જ ધ્યાન રાખ્યું છે.

પોસ્ટરમાં શુ છે ડિમાન્ડ
પોસ્ટર વાયરલમાં છોકરી તરફની જે ડિમાન્ડ રાખવામાં આવી છે તે જેમ તેમ નથી રાખી પરંતુ રિઝ્યુમ જેમ મોટી લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં શરૂઆત જન્મદિવસથી કરી છે. તેણે ડિમાન્ડ પોસ્ટરમાં લખ્યુ છે કે, વરરાજાનો જન્મ જૂન 1992 પહેલા થયેલો ન હોવો જોઈએ. તેમજ લખ્યુ છે કે, શૈક્ષિણ યોગ્યતા MBA,MTech,MS,PGDM હોવી જોઈએ અને તે પણ IIT, NIB,IIM જેવી ઉચ્ચ સંસ્થાઓથી. વધુમાં લખ્યું કે, વરરાજા કોર્પટર સેક્ટરમાં કામ કરતો હોવો જોઈએ અને તેની સેલેરી વર્ષે 30 લાખથી ઓછા ન  હોવી જોઈએ. તેમજ તે દિલ્હીમાં એનસીઆરમાં રહેતો હોય તેની હાઈટ 5 ફૂટ 7 ઈંચથી 7 ફૂટ સુધી હોવી જોઈએ. ઘરમાં બે ભાઈ બહેનથી વધારે ન હોવા જોઈએ અને પરિવાર શિક્ષણ લીધેલું હોવુ જોઈએ અને તે નોકરી કે ધંધો કરતા હોવા જોઈએ.

 

કોણે પોસ્ટ કરી
આ પોસ્ટ ટ્વિટર પર @RetardedHurt નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધી ઘણા લોકો દ્વારા લાઈક અને રીટ્વીટ કરવામાં આવી છે. તેમજ લોકો તેના પર ભરપુર કોમેન્ટ પણ કરી કહ્યા છે જેમાં લોકોએ લખ્યું કે, આ જાહેરાત વરરાજા માટે છે કે, છોકરાને નોકરી આપશે?. વળી કોઈ લખ્યું કે, છોકરીએ વરરાજા સોધી લીધો છે. લોકોએ કોમેન્ટ કરી છોકરો જોઈએ કે ATM કાર્ડ આ પોસ્ટ પર લોકોએ ભરપૂર કોમેન્ટો કર્યા છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage demand demand card girls જાહેરખબર OMG!

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ