ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગેસ કનેક્શન લેવાના નિયમો બદલાયા, હવે ખાલી આ એક ડોક્યુમેન્ટ મળશે કનેક્શન

કામની વાત / ગેસ કનેક્શન લેવાના નિયમો બદલાયા, હવે ખાલી આ એક ડોક્યુમેન્ટ મળશે કનેક્શન

Published By: Nirav Kumar

Last Updated: 02:15 AM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો પોતાના ઘરથી દુર રહે છે અને તેમની પાસે તેમના રહેઠાણના પુરાવા નથી તેઓ માટે એક ખુશ ખબર આવી છે. જેમાં આધાર કાર્ડથી પણ ગેસ કનેક્શન મળી શકશે.

ADVERTISEMENT

જે લોકો નવું એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે મહત્વના સમાચાર છે. જેમાં ભારતની અગ્રણી ઓઇલ કંપનીઓ દ્વારા ગ્રાહકોની સુવિધા વધારવા તેમજ બજારમાં થતા ફ્રોડ અટકાવવા માટે નિયમોમાં અમુક કડક ફેરફારો કરાયા છે.

જેમાં હવે ગ્રાહકોએ લેટેસ્ટ ડિજિટલ સિસ્ટમના કારણે ગેસ એજન્સીઓની ઓફિસે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની બિલકુલ જરૂર નહીં રહે. જેમાં સમગ્ર પ્રોસેસને ઓનલાઈન બનાવી દેવામાં આવી છે.

  • આધાર કાર્ડથી કનેક્શન
    અમુકવાર બીજા શહેરોમાં ભાડે રહેતા લોકો પાસે લોકલ નિવાસ પ્રમાણપત્ર નથી હોતું. જેથી હવે ઓઇલ કંપનીઓએ આ સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. તમે તમારા હોમ ટાઉનથી ભલે ગમે તેટલા દુર હોવ તો પણ તમારા આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરીને નવું કનેક્શન મેળવી શકો છો. આવા કનેક્શન પર શરૂઆતના તબક્કે સરકારી સબસિડી મળતી નથી.
VTV DIGITAL

આ નવા સોફ્ટવેર અપડેટ બાદ હવે એક જ આધાર કાર્ડ પર એકથી વધુ ગેસ કનેક્શન નહીં લઇ શકાય. જેમાં નવી સેન્ટ્રલ સિસ્ટમ આધાર ડેટા મેચ કરીને ડુપ્લિકેટ કનેક્શનને બ્લોક કરી દે છે. માઈગ્રંટ લેબર અને વિદ્યાર્થીઓની સુવિધા માટે 5 કિલોગ્રામનો છોટુ સિલિન્ડર માર્કેટમાં લાવવામાં આવ્યો છે. તેના માટે માત્ર આઈડી પ્રૂફ બતાવીને નજીકના આઉટલેટથી સીલીન્ડર ખરીદી અને રિફિલ કરાવી શકાશે.

  • જરૂરી દસ્તાવેજો

નવું કનેક્શન એટલે કે, 14.2 કિગ્રા કે5 કિગ્રા કનેક્શન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ આપવાનો રહેશે.  સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, રેન્ટ એગ્રીમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ અથવા બેંક પાસબુક આપવાનું રહેશે. સબસિડી માટે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી). આપવાનું રહેશે. આ સાથે 2 પાસપોર્ટ સાઈઝના તાજેતરના ફોટા પણ આપવાના રહેશે.

આ સુવિધામાં સિલિન્ડર સિક્યોરિટી ડિપોઝિટ (રિફંડેબલ) તરીકે 2200 રૂપિયા ભરવાના થશે.  આ સિવાય રેગ્યુલેટરની કિંમત 250 રૂપિયા છે.  ગેસ પાસબુક (બ્લુ બુક) અને પાઇપ માટે 150 થી 200 રૂપિયા ખર્ચ થશે.  ગેસની કિંમત આશરે વર્તમાન દર મુજબ 913 રૂપિયા થઈ શકે છે. આમ કુલ અંદાજિત ખર્ચ: 3000 થી 3500 રૂપિયા થઇ શકે છે.

વધુ વાંચો : 1 જુલાઈથી પ્લાસ્ટિકના કચરા સમાન થઇ જશે આ બેંકના ક્રેડિટ કાર્ડ્સ! જાણો કેમ?

  • ઓફલાઈન અરજી પ્રોસેસ
  1. સૌ પહેલા તમારા નજીકની ગેસ એજન્સી પર જાઓ.
  2. નવું કનેક્શન ફોર્મ (KYC Form) ભરો.
  3. ફોર્મ ભરીને આધાર કાર્ડ, બેંક પાસબુક અને ફોટા અટેચ કરો.
  4. બાદમાં ડિસ્ટ્રિબ્યુટર ડોક્યુમેન્ટ વેરિફાય કરશે.
  5. ફી જમા કરાવ્યા બાદ નવો સિલિન્ડર, રેગ્યુલેટર અને બ્લુ બુક મળશે.
  6. તમે મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટથી ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card LPG Gas Cylinder

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ