બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LIST: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, ધજા ચઢાવવાનો લાગશે આટલો ચાર્જ

અંબાજી ટ્રસ્ટ / LIST: અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, ધજા ચઢાવવાનો લાગશે આટલો ચાર્જ

Last Updated: 10:19 AM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિપીઠ અંબાજી ખાતે હવે ધજા ચઢાવવા માટે ફરજીયાત નોંધણી કરાવવી પડશે. તેમજ ચાર્જ લેવામાં આવશે. તેવો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે હવે ધજા ચઢાવવા માટે ચાર્જ લેવાનું મંદિરનાં ટ્રસ્ટ્રીગણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ધજા માટે અલગથી ચાર્જ નક્કી કરવામાં આવ્યા

અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું ખાસ મહત્વ હોય છે. અંબાજી શક્તિપીઠ ખાતે ધજા ચઢાવવા માટે દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ શિખર પર ધડા ચડાવવા માટેની ધજા અંબાજી મંદિરેથી જ શાસ્ત્રોક્ત વિધિ તેમજ પૂજા સાથે ધ્વજા મળી રહશે. તેમજ આ ધજા માટે અલગથી ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરાયો

1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ભક્તોને ધ્વજા ટેમ્પલ ઈન્સ્પેક્ટરની ઓફીસથી જ મળી રહેશે. તેમજ સવારે 7 વાગ્યાથી બપોરનાં સાડાચાર વાગ્યા સુધી જ ધ્વજારોહણ કરી શકશે. તેમજ મંદિરમાં ભક્તો અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધજાની પૂજા અર્ચનાં કરવામાં આવશે.

5 મીટરથી 11 મીટર સુધીનાં ધજાનો ચાર્જ અલગ અલગ

5 મીટરની ધજાના રૂ.2100, 7 મીટરની ધજાના રૂ.2500, 9 મીટરની ધજાના રૂ.3100 અને 11 મીટરની ધજાના રૂ.5100 નો ભાવ નક્કી કર્યો છે, ધજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણો જ કરશે.

વધુ વાંચોઃ ગુજરાતમાં 'ભારે'ની ભવિષ્યવાણી! આ જિલ્લાઓ માટે વોર્નિંગ જાહેર, આગાહી ધમધોકાર

ભાદરવી પૂનમે ધજા લઈને આવતા સંધોને આ વ્યવસ્થા લાગુ નહી પડે

તેમજ ટ્રસ્ટ દ્વારા હાલ પુરતી જૂની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કોઇ પરિવાર પોતાના સાથે બ્રાહ્મણ લઇને આવે તો પૂજા કરી શકશે. ભાદરવી પૂનમના મેળામાં ધજા લઇને આવતાં સંઘોને આ વ્યવસ્થા લાગુ નહીં પડે, અંબાજી મંદિરે દરરોજ અંદાજે 25 ધજા ચઢાવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shaktipeeth Ambaji Banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ