બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 'ભારે'ની ભવિષ્યવાણી! આ જિલ્લાઓ માટે વોર્નિંગ જાહેર, આગાહી ધમધોકાર

આગાહી / ગુજરાતમાં 'ભારે'ની ભવિષ્યવાણી! આ જિલ્લાઓ માટે વોર્નિંગ જાહેર, આગાહી ધમધોકાર

Last Updated: 09:11 AM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં મોટાભાગનાં જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યનાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાશે. તેમજ આ લો-પ્રેશરની સિસ્ટમનાં કારણે ઓગસ્ટ મહિના દરમ્યાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગમાં તાલુકાઓમાં ચોમાસુ સારૂ રહેવાની શક્યતાઓ છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને દમણમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આજે ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી

આજે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર ,આણંદ, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા,, જામનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. જેમાં શુક્રવારે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં યલો અલર્ટની આગાહી કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ આ સાથે જ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. તો આજે રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી અપાઈ છે.શનિવારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓના યેલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.

વધુ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર! મોતનો આંકડો 61 પર પહોંચ્યો, આટલા કેસ પોઝિટિવ કન્ફર્મ

24 કલાકમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ ખેરગામ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો, ડાંગ-આહવામાં સવા 2 ઈંચ, વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, કપડવંજમાં પોણા 2 ઈંચ, વાલિયામાં 1.5 ઈંચ, નડિયાદમાં 1.5 ઈંચ, ધરમપુરમાં સવા ઈંચ, ડેડિયાપાડામાં સવા ઈંચ, સુબિરમાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, કપરાડામાં સવા ઈંચ, વ્યારામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

weather Department Meteorological Department rain-gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ