ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર! મોતનો આંકડો 61 પર પહોંચ્યો, આટલા કેસ પોઝિટિવ કન્ફર્મ

કહેર / ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર! મોતનો આંકડો 61 પર પહોંચ્યો, આટલા કેસ પોઝિટિવ કન્ફર્મ

Last Updated: 08:32 AM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 61 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

ADVERTISEMENT

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો હતો. અત્યાર સુધી ચાંદીપુરાના 148 કેસ નોંધાયા હતા. ચાંદીપુરા પોઝિટીવ કેસની સંખ્યા પણ વધીને 56 થઈ ગઈ છે. 61 દર્દીઓએ ચાંદીપુરાનાં કારણે જીવ ગુમાવ્યો છે.

ચાંદીપુરા વાયરસથી 11 વર્ષના બાળકનું મોત

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી 11 વર્ષનાં બાળકનું મોત નિપજ્યું છે. 2 દિવસ પહેલા વસ્તડી ગામનાં બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાળકને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અપાતી હતી. જીલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાથી 2 બાળકોનાં મોત નિપજ્યા છે. અન્ય 3 બાળકોને સારવાર અપાઈ રહી છે.

મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા, એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા. વર્ષ 2010થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

વધુ વાંચોઃ દેશમાં ટોપ 20 યુનિવર્સિટીમાં ગુજરાતની બે સંસ્થાઓ, GTU બીજા નંબરે, જાણો પ્રથમ કઈ

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Chandipura virus Surendranagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ