બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / the resignation of Mukhtar Abbas Naqvi Smriti Irani gets Minority Welfare Minister, Jyotiraditya Scindia gets the ministry of steel

ફાળવણી / 2 મંત્રીઓના રાજીનામા બાદ લઘુમતી મંત્રાલય સ્મૃતિ ઈરાની અને સ્ટીલ મંત્રાલય સિંધિયાને સોંપાયું

Published By: Vishnu

Last Updated: 03:18 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રિય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે તેમની પાસે રહેલું લઘુમતી કલ્યાણ મંત્રાલય સ્મૃતિ ઈરાનીને સોંપાયું છે

  • મુખ્તાર અબ્બાસ નકવી, RCP સિંહે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું
  • સ્મૃતિ ઈરાનીને લઘુમતી કલ્યાણ મંત્રી બનાવાયા
  • જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય સોંપાયું

6 જુલાઈએ કેન્દ્રીય મંત્રી  પીએમ મોદીએ  મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદ નકવી પાસે રહેલા ખાતા અન્યને ફાળવી દેવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાની બન્યા લઘુમતી કલ્યાણ મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય મળ્યું
તે બાદ ભારતના રાષ્ટ્રપતિએ પીએમની સલાહ મુજબ, કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે RCP સિંહ પાસે રહેલું  સ્ટીલ મંત્રાલય ખાતું જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન ખાતા ઉપરાંત વધારાનો હવાલા તરીકે સોંપી દેવામાં આવ્યું છે.

RCP સિંહે પણ આપ્યું રાજીનામું
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. બિહારમાંથી જેડીયુ ક્વોટાના મંત્રી આરસીપી સિંહે પણ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. 

મોદી સરકારના બે મંત્રીઓનો કાર્યકાળ પૂરો 
મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. જેમાં મુખ્તાર અબ્બાસ નકવી તેમજ જેડી(યુ) ક્વોટાના આરસીપી સિંહનો સમાવેશ થાય છે. બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈ પણ ગૃહના સભ્ય રહેશે નહીં.નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા છે. 

લઘુમતી બાબતોના મંત્રી નકવી
નકવી મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી હતા. તેઓ પાર્ટીનો જાણીતો મુસ્લિમ ચહેરો છે અને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તેમના કામથી ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને કોઈ મોટી જવાબદારી મળે તેવું રાજકીય વર્તૂળમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ રાજીનામું આપતા 
 

સંકળાયેલા મુદ્દાઓ

Jyotiraditya Scindia Minority Welfare Minister Mukhtar Abbas Naqvi Smriti Irani steel ministry જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી મંત્રાલય સ્ટીલ મંત્રાલય સ્મૃતિ ઈરાની Smriti Irani and Jyotiraditya Scindia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ