બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / The reason for the throat is bad

સ્વાસ્થ્ય / શું તમારું ગળું ખરાબ છે? તો આ પણ હોઇ શકે છે કારણ

vtvAdmin

Last Updated: 01:24 PM, 18 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાતાવરણ બદલાય ત્યારે ગળામાં બળતરા, ખાંસી, શરદી, તાવ, માથાનો દુખાવો અને પાચન સંબંધિત સમસ્યાઓ વધે છે. જો પેટ કે છાતીમાં બળતરા થાય તો તેનું કારણ એસિડીટી હોઇ શકે છે. આ સમસ્યા જીવાણુઓના સંપર્કમાં આવવાથી શરુ થાય છે.

કેટલાક લોકોને ગળામાં બળવાની સમસ્યા હોય છે જે ભોજન કર્યાના તરત બાદ વધી પણ શકે છે. તે પણ એસિડીટીના લીધે થાય છે. અન્નનળીનો નીચેનો ભાગ પિત્તાશયમાં ખુલે છે. ક્યારેક ક્યારેક તે યોગ્ય રીતે કામ ન કરે તો પિત્તાશયમાં વધુ પિત્ત(એસિડ) બનવાના કારણે તે અન્નનળી કે ગળામાં પણ આવી જાય છે. તેનાથી ગળામાં બળતરા પણ થાય છે. ઘણી વાર સુતા રહેવાના કારણે પણ આ સમસ્યા વધી જાય છે. આ ઉપરાંત ક્યારેક લાંબા સમય સુધી ભુખ્યા રહેવાના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યાને હળવાશથી ન લો.

ખાટા ફળ ન ખાવ
સુતી વખતે ખાંસી, ગળામાં કંઇક ખટકતુ હોય તેવું લાગવું, કંઇક ગળવામાં તકલીફ થવી, છાતી અને ગળામાં બળતરા થવી અને દાંતના ઇનેબલ ખરાબ થવા જેવી સમસ્યાઓ વધી જાય છે. જો આપણે બેદરકારી દાખવીએ તો આ નુકસાન ફેફસા સુધી પણ પહોંચી જાય છે. ગળામાં બળતરા થવાનું કારણ ઘણા સમય પહેલા કાપેલુ સલાડ અને ફળ પણ હોઇ શકે છે. તે ખાવાથી એસિડિટી વધી જાય છે. અથાણાં અને કેટલાક સાઇટ્રિક ફુડથી પણ સમસ્યા થઇ શકે છે.

ખાણીપીણીમાં સાવધાન રહો
ગળામાં બળવાની સમસ્યાથી બચવા માટે રાત્રે સુવાના ત્રણથી ચાર કલાક પહેલા ભોજન કરવું. ભારે અને તેલવાળો ખોરાક ખાવાથી બચવું. એક વખત બેસીને ખાઇ લેવાના બદલે થોડુ થોડું ચારથી પાંચ વખતમાં ખાવું. ખાટી વસ્તુઓ ખાવાથી બચો. ચા, કોફી, કોલ્ડડ્રીંક્સ ન પીવો. રાત્રે હળવું ભોજન લો. ખુબ જ મસાલાવાળુ ભોજન ન લો.

ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો
ગળું ખરાબ હોવાની સ્થિતિમાં ગરમ પાણીમાં મીઠું નાંખીને કોગળા કરો. ગરમ પાણી ગળામાં ઇંફેક્શનના કારણે થયેલા સોજાને ઘટાડે છે અને આરામ પહોંચાડે છે. દર ત્રણ કલાકે કોગળા કરો. દુધમાં આદુ અને હળદળ નાંખીને ઉકાળો અને ચાની ચુસ્કી લેતા હોય તે રીતે પીવો. ગળાના દર્દમાં રાહત મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Health lifestyle ખાટા ફળો ગરમ પાણી ગળું ખરાબ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ