બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The program was held in Valsad, Sakanja who printed a pamphlet saying
Last Updated: 10:19 PM, 22 April 2024
વલસાડ જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણીની પત્રિકાથી વિવાદ સર્જાયો છે. દરગાહમાં "હનુમાનજીની કબર ખોલવામાં આવશે" તેવા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. પત્રિકા છપાવી લોકોને દરગાહમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયુ હતુ. હનુમાનજી અંગે અપમાનજનક ટિપ્પણી કરાતાં હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.
ADVERTISEMENT
પોલીસે પત્રિકા છપાવનાર આરોપી ચેતન બાપુની કરી અટકાયત
વલસાડના રાબડા ગામની સરકાર હજરત જોરાવર પીર બાબા દરગાહે પત્રિકા છપાવી હતી. જેમાં "હનુમાનજીની કબર ખોલવામાં આવશે" તેવો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે પત્રિકા છપાવનાર આરોપી ચેતન બાપુની અટકાયત કરી છે. ચેતન બાપુની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની માગ પણ કરાઈ છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: 'ગુજરાતમાં હિટવેવની શક્યતા નહીં', હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, પવન દિશા બદલશે
ADVERTISEMENT
હિન્દુ સંગઠનોમાં રોષ
હિન્દુઓની આસ્થા સમાન હનુમાનજી વિશે વિવાદિત ટિપ્પણી કરતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હતી. ચેતન બાપુ વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે. હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે છપાવવામાં આવેલી આ પત્રિકા વાઇરલ થતાં માહોલ ગરમાયો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.