બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Meteorological department predicts that the people of the state will get partial relief from the heat
Last Updated: 05:32 PM, 22 April 2024
રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે...આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે....
ADVERTISEMENT
પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે
પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે...છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી નોંધાયું હતું. ...તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું...ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે...હાલ રાજ્યમાં હીટવેવની શક્યતા નહીંવત છે...
ADVERTISEMENT
ADVERTISEMENT
ગરમીમાં આંશિક ઘટાડાની ભલે આગાહી કરાઇ હોય. પરંતુ કાળઝાળ ગરમીને હળવાશમાં લેવામાં ન આવે તે પણ એટલુંજ જરૂરી છે. તકેદારીના ભાગ રૂપે ગરમીથી બચવા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.. જે અમે તમને અહીં બતાવવા જઇ રહ્યા છે.
હાઈડ્રેટેડ રહો
ADVERTISEMENT
ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો.
જ્યૂસ અને નારિયેળ પાણીનું સેવન
ADVERTISEMENT
ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.
ADVERTISEMENT
વિટામીન C યુક્ત ફળનું સેવન કરો
ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે.
મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું
ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ’ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.