બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / Politics / ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા BSP કેન્ડિડેટ સાથે થઇ જોવા જેવી, પોલીસે દબોચી લીધા, જાણો કારણ

લોકસભા ચૂંટણી 2024 / ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા BSP કેન્ડિડેટ સાથે થઇ જોવા જેવી, પોલીસે દબોચી લીધા, જાણો કારણ

Last Updated: 12:16 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ઉમેદવારી નોંધાવવા આવેલા બસપા (બહુજન સમાજ પાર્ટી)ના ઉમેદવારની પોલીસે ધરપકડ કરી, શું કહ્યું BSP અધ્યક્ષે ?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિહારના ચતરામાં ઉમેદવારી નોંધાવવા આવેલા બસપા (બહુજન સમાજ પાર્ટી)ના ઉમેદવારની પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણીની ધરપકડ કરવા આવેલી સદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. પૂર્વ મંત્રી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વાત જાણે એમ છે કે, ચતરાના સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિપિન કુમારે પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણીને તેમના સંબોધન દરમિયાન રોક્યા તો નાગમણીએ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સાથે ઝઘડો કર્યો. તેણે પોલીસને કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કર્યું. આ પછી કોર્ટમાંથી જાહેર કરાયેલા વોરંટના આધારે સ્ટેશન ઈન્ચાર્જે તેમની ધરપકડ કરી હતી. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયેલા ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસમાં નાગમણીની ધરપકડ કરવામાં આવી છે.

ફોર્મ ભરવા પહોંચ્યા અને પોલીસ કરી ધરપકડ

વિગતો મુજબ નાગમણિ 20 મેના રોજ યોજાનારી ચતરા લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર નોમિનેશન ભરવા આવ્યા હતા. આ પછી સ્ટેશન ઈન્ચાર્જે તેમને સહયોગની અપીલ કરી અને તેમની ધરપકડ કરી. ચતરા પોલીસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના શક્તિશાળી નેતા નાગમણીની ધરપકડ કરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં સમાજ કલ્યાણ અને સહકાર મંત્રી રહી ચૂક્યા છે. તેમની ધરપકડ બાદ પોલીસે તેને સદર હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યા હતા.

જાણો કેમ કરાઇ ધરપકડ ?

પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણીની 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઇટખોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જૂના કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કેસ નંબર 20/2014માં તેને શોધી રહી હતી. આ સંદર્ભે કોર્ટમાંથી તેની સામે કાયમી વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ધરપકડ બાદ નાગમણીએ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું છે કે, તેમને ચૂંટણીથી દૂર રાખવાના ઈરાદાથી મોટા રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ તરફ આગેવાન નાગમણીએ કહ્યું કે, પોલીસ ગુંડાગીરી દાખવી રહી છે. ન તો અમારી ક્યારેય પૂછપરછ કરવામાં આવી હતી અને ન તો અમને અગાઉથી કોઈ સૂચના આપવામાં આવી હતી. અચાનક મને બે દિવસ પહેલા ખબર પડી. જ્યારે મેં કાર્યક્રમ માટે પરવાનગી માંગી. તેમણે કહ્યું કે આખો દેશ નાગમણીને જાણે છે છતાં પોલીસની ગુંડાગીરી આટલી વધી જશે. અમે કોઈપણ સંજોગોમાં આ સહન કરીશું નહીં. જો મને જનતાનો પ્રેમ અને આશીર્વાદ મળશે તો હું પોલીસની આ ગુંડાગીરી સામે લડીશ.

જાણો શું કહ્યુ નાગમણીના પત્નીએ ?

પતિની ધરપકડ પછી નાગમણીના પત્ની અને બિહારના પૂર્વ મંત્રી સુચિત્રા સિંહાએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. જો જનતા તેમને ચૂંટીને ગૃહમાં મોકલશે તો બધા વિરોધીઓને જડબેસલાક જવાબ મળશે. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. આપણે પછાત લોકો છીએ. એટલા માટે આ લોકો અમને દબાવવા માંગે છે પણ અમે દબાવવાના નથી. જનતા અમારી સાથે છે, જનતા બધું જ જાણે છે.

વધુ વાંચો : એલ્વિશ યાદવની મુશ્કેલીમાં ફરીથી વધારો, EDએ કરી કાર્યવાહી, દાખલ કર્યો મની લોન્ડ્રિંગ કેસ

શું કહ્યું BSP અધ્યક્ષે ?

બસપાના પ્રદેશ અધ્યક્ષ રાજન મહેતાએ કહ્યું કે, ઉમેદવારી નોંધાવવા આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રીની ધરપકડ લોકશાહીની હત્યા છે. મનુવાદ અને સામંતવાદ અહીં પ્રબળ શક્તિઓ છે. નાગમણી કુશવાહાની વધતી લોકપ્રિયતા જોઈને વિપક્ષ આઘાતમાં છે. બસપાના લોકો નાગમણી સાથે હતા અને રહેશે. ઉલ્લેખનીય છે કે, અટલ કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી હોવાની સાથે નાગમણી બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની પત્ની સુચિત્રા સિંહા પણ બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકી છે. પિતા જગદેવ પ્રસાદ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સસરા સતીશ પ્રસાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ