બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The President of this country has come forward after receiving education at IIM Ahmedabad

વાઇબ્રન્ટ સમિટ 2024 / IIM અમદાવાદમાં શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ આવ્યા છે આ દેશના રાષ્ટ્રપતિ, વાઇબ્રન્ટ સમિટ પહેલા યાદ કર્યા જૂના દિવસો

Priyakant

Last Updated: 08:03 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસોની યાદ અપાવતા ગુજરાતને તેમનું 'બીજું ઘર' ગણાવ્યું

  • વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ 
  • રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી અને પ્રતિનિધિ મંડળ સાથે CMની બેઠક 
  • મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ જૂના દિવસો યાદ કરી ગુજરાતને ગણાવ્યું બીજું ઘર 

Vibrant Gujarat 2024 : વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિમાં મોઝામ્બિકન પ્રતિનિધિમંડળ સાથે ભાગ લેવા ગુજરાત આવેલા મોઝામ્બિકના ( Mozambique ) રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મહાત્મા મંદિર ખાતે મળ્યા હતા. ફિલિપ જેકિન્ટો ન્યુસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં તેમના અભ્યાસના દિવસોની યાદ અપાવતા ગુજરાતને તેમનું 'બીજું ઘર' ગણાવ્યું. તેમણે કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદમાં રહેતા હતા અને તેમના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસના પ્રારંભિક તબક્કાના તેઓ સાક્ષી હતા.

ગુજરાતના વર્તમાન વિકાસથી પ્રભાવિત હોવાનો ઉલ્લેખ કરતાં ફિલિપે જણાવ્યું હતું કે, ભારતના વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતના ઝડપી વિકાસે દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બિયારણ અને એગ્રોટેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મોઝામ્બિક ( Mozambique ) માં મકાઈ, ચોખા, અડદ અને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ગુજરાતની કંપનીઓ મોઝામ્બિક ( Mozambique) ના કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટને કારણે ગુજરાતનો વિકાસ દરેક માટે ઉદાહરણરૂપ બન્યો છે. આટલું જ નહીં આ સમિટની સફળતાથી પ્રેરિત થઈને ઘણા દેશોએ અહીં તેમના વ્યવસાયિક રોકાણો કર્યા છે અને તેમને તેમના દેશ અથવા રાજ્ય જેવું વાતાવરણ મળ્યું છે. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટથી માત્ર વેપાર-ઉદ્યોગનો જ નહીં સામાજિક ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. આ શિખર સંમેલન બંધનનું માધ્યમ બની ગયું છે, જે દરેક સમિટમાં વિવિધ દેશોની સતત વધતી ભાગીદારી દ્વારા પણ સાબિત થાય છે.

વાંચો વધુ: PM મોદીના હસ્તે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ, એક કિલકમાં જાણો દિવસભરનો સંપૂર્ણ કાર્યક્રમ

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત એગ્રોફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર છે અને મોઝામ્બિક જેવા વિકાસશીલ દેશ માટે આ ક્ષેત્રે ભાગીદારીની તકો શોધવા માટે વાઈબ્રન્ટ સમિટ યોગ્ય પ્લેટફોર્મ છે. બેઠકમાં મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ