બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The possibility of another hurricane in Gujarat from tomorrow
Kiran
Last Updated: 04:07 PM, 3 December 2021
ADVERTISEMENT
ગુજરાતની પ્રજા પર આફતનો વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો માવઠાના એક સંકટનો ખતરો હજુ તો ટળ્યો નથી અને પ્રજા તેમજ ખેડૂતો હાશકારો લે તે પહેલાં જ આવતી કાલે વધુ એક વાવાઝોડાનું સંકટ ગુજરાત પર ત્રાટકી શકે છે. રાજ્યમાં ફરી એક વાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્યારે જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે તે જોતાં લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે.
વાવાઝોડું ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે
ગુજરાતના દરિયાકાંઠાને હવે જવાદ વાવાઝોડું ઘમરોળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૪ ડિસેમ્બરે એટલે કે આવતી કાલે ગુજરાતમાં વધુ એક વાવાઝોડું આવે તેવી શક્યતા છે. જવાદ નામનું વાવાઝોડું ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે હાલ જવાદ વાવાઝોડાની મિની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુરુવારે મિની વાવાઝોડાની તોફાની અસર જોવા મળી છે. રાજ્યભરમાં સતત બીજા દિવસે માવઠું રહ્યું છે.
સવારથી ૩૯ તાલુકાઓમાં કમોસમી વરસાદ
આજે સવારથી ૩૯ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે તો છેલ્લા ર૪ કલાકમાં ૧ર૯ તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બોડેલીમાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે તો છોટાઉદેપુર, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, આણંદ, પંચમહાલ, નવસારીમાં વરસાદ નોંધાયો છે. ગઈ કાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. અનેક શહેરો અને જિલ્લામાં જનજીવન માવઠાના કારણે પ્રભાવિત થયું છે. તાપમાનનો પારો પવન સાથેના વરસાદના કારણે નીચે જતાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું છે હવામાનખાતાની આગાહી અનુસાર આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેની આસપાસના વિસ્તારોમાં દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી ૧ર કલાકમાં અંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતાં ૪ ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતની અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાનો છે. ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી. હવામાનખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત રાતે જ પ૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે અમરેલી જિલ્લાના ખાસ કરીને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાક અને કપાસ-જીરું તેમજ ઘઉંના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતો તૌકતે વાવાઝોડા બાદ સતત થયેલી નુકસાની અને કમોસમી વરસાદને લઈ થઈ રહેલા નુકસાન બાબતે ચિંતિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.