ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધર્મેન્દ્રના મૃત્યુ સમયે ચાલી રહ્યું હતું પંચક, જાણો આ અશુભ કાળ શું હોય છે અને પરિવાર શા માટે ડરે છે?

ધર્મ / ધર્મેન્દ્રના મૃત્યુ સમયે ચાલી રહ્યું હતું પંચક, જાણો આ અશુભ કાળ શું હોય છે અને પરિવાર શા માટે ડરે છે?

Published By: Nirav Kumar

Last Updated: 09:56 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે ધર્મેન્દ્રનું મૃત્યુ થયું ત્યારે મૃત્યુ પંચક દોષ ચાલી રહ્યો હતો. આ પંચક દોષ ખુબ અશુભ મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન અવસાન થવાથી પરિવાર ભારે પીડામાં મુકાય છે.

ADVERTISEMENT

એક પંડિતે એક જાણકારી શેર કરતા કહ્યું કે, જ્યારે બોલીવુડ એક્ટર ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા ત્યારે મૃત્યુ પંચક દોષ ચાલી રહ્યો હતો. પંચક કાળ દરમિયાન મૃત્યુને અશુભ મનાય છે. પંચક દરમિયાન મૃત્યુ પામેલા લોકો પાંચ અન્ય લોકોના મૃત્યુનું કારણ બને છે, જેના કારણે પરિવારને ભારે પીડામાં મુકાય છે. પંચક કાળ દરમિયાન મૃત્યુ થવાથી તે આત્માને સીધા સ્વર્ગ પ્રાપ્ત કરતા અટકાવે છે. પંચક પાંચ નક્ષત્રોના જોડાણથી રચાય છે. દર મહિને પાંચ દિવસ પંચક રહે છે. આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય નથી કરાતું. ચાલો તેવા વિષે વિગતે જાણીએ.

  • પંચક મૃત્યુ દોષ
    શાસ્ત્રોમાં પાંચ પ્રકારના પંચકનો ઉલ્લેખ છે. જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, ચોર પંચક અને મૃત્યુ પંચકનો સમાવેશ થાય છે. આ પાંચ પંચકમાંથી, મૃત્યુ પંચક સૌથી ખતરનાક મનાય છે. શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. મૃત્યુ પંચક દરમિયાન મૃત્યુ એ પરિવાર માટે સૌથી પીડાદાયક અને દુઃખદાયક મનાય છે. આ સમયગાળા દરમિયાન લોકો માનસિક અને શારીરિક વેદનાનો સામનો કરે છે.
vtv app promotion
  • મૃત્યુ પંચક દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય તો શું કરવું?
    જો કોઈ વ્યક્તિ મૃત્યુ પંચક દરમિયાન મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર અલગ રીતે કરવામાં આવે છે. આ ખામીને દૂર કરવા માટે, લોટ કે કુશના પાંચ પૂતળા બનાવીને શરીર સાથે બાળવા જોઈએ. આવું કરવાથી પરિવારમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને પંચક મૃત્યુ દોષ પણ દૂર થાય છે. આ સમય દરમિયાન, ગ્રહોની સ્થિતિને શાંત કરવા અને મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી શકાય છે.

વધુ વાંચો : ડિસેમ્બરમાં 5 ગ્રહો બદલશે પોતાની ચાલ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

  • પંચક દરમિયાન આ કામ ન કરો
    પંચક દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. કોઈ મુસાફરી પણ ટાળવી જોઈએ. પંચક દરમિયાન નવું ઘર ખરીદવું કે કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ. પંચક દરમિયાન લાકડાની વસ્તુઓ ખરીદવી કે બનાવવી પણ અશુભ મનાય છે.

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchak Dosh Mrityu Panchak dosh Dharmendra

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ