બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ડિસેમ્બરમાં 5 ગ્રહો બદલશે પોતાની ચાલ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / ડિસેમ્બરમાં 5 ગ્રહો બદલશે પોતાની ચાલ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

Last Updated: 06:50 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી ડીસેમ્બર મહિનામાં અનેક ગ્રહોનું ગોચર થવાનું છે. જેમાં સૌથી વધુ ધન રાશિમાં ગ્રહોનું ગોચર થશે. આ ગોચરોની અસર તમારી ઉપર કેવી પડશે તે જાણીએ.

1/14

photoStories-logo

1. ડિસેમ્બરમાં ગોચર

જ્યોતિષશાસ્ત્ર મુજબ ડિસેમ્બરમાં પાંચ ગ્રહો પોતાની ચાલ બદલશે. 5 ડિસેમ્બરે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 6 ડિસેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 7 ડિસેમ્બરે મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે. 16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 20 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ બુધ ફરી રાશિ બદલીને 29 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે, આ ગોચરની અસર તમામ રાશિઓ ઉપર કેવી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

ડિસેમ્બર મહિનો આ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ, સરકારી કાર્ય, વિદેશ યાત્રા અને ઇન્ટરવ્યુમાં સકારાત્મક પરિણામો મળશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે અને પ્રમોશન પણ થઇ શકે છે. અટવાયેલા કામને ગતિ મળશે. લવ લાઈફમાં સ્થિરતા રહેશે અને અમુક નિર્ણયો તમને લાભ કરાવશે. તમારા ગુસ્સા અને આવેગોને કાબૂમાં રાખવો નહીં તો સારા મોકા છીનવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં રાહત થશે. દેવા અથવા ટેક્સના પ્રશ્નો ઉકેલાઈ જશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. મુસાફરી પણ આ દરમિયાન શક્ય છે. વ્યાપારમાં પાર્ટનર પર આંધળો વિશ્વાસ ન કરો. સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, પરંતુ ખુલીને વાતચીત કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

ગુરુ આ રાશિમાં પ્રવેશ કરવાથી તમારા નસીબમાં સુધારો થશે. જેમાં પ્રગતિ, સારી તકો અને મોટી સિદ્ધિ મળશે. લાંબા સમયથી શરૂ કરવા માંગતા પ્રોજેક્ટને ગતિ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. લગ્ન પણ પોસીબલ છે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

નોકરી કરતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. વર્ક પ્લેસ પર તમારી મહેનતની પ્રશંસા થશે. તમને મોટા પ્રોજેક્ટ્સ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. કાનૂની બાબતોથી રાહત મળશે અને અટવાયેલા કામ પૂર્ણ થશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પરંતુ તમારા આહાર પર ધ્યાન આપો કેમ કે, પેટની સમસ્યાઓ ચિંતાનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

ડિસેમ્બર આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ મહિનો સાબિત થશે. કરિયરમાં પ્રગતિ, પ્રમોશન, નવા મોકા અને ઓળખાણ વધવાની સંભાવના છે. મીડિયા, કલા, ફેશન અને બ્રાન્ડિંગમાં કામ કરનારાઓને ફાયદો થશે. લવ લાઈફ મજબૂત બનશે, અને લગ્ન પણ શક્ય બની શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. મુસાફરીથી લાભ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

આ લોકોને ઘર અને કરિયર બંનેમાં સકારાત્મક ફેરફારો થશે. વર્ક પ્લેસ પર તમારા કામની પ્રશંસા થશે, તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. સંબંધોમાં પ્રેમ અને સમજણ વધશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ તણાવ ટાળવો. સતત મહેનત કરવાથી તમે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

જે લોકો કોમ્યુનીકેશન, મીડિયા, મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં સામેલ છે તેમને લાભ થશે. ઇન્ટરવ્યુમાં સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો આવી શકે છે. તમારા ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે આથી શાંત રહો. યાત્રાઓ ફાયદાકારક રહેશે. નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિ થશે. આધ્યાત્મિક રુચિ પણ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

તમારી આર્થિક બાબતોમાં સુધારો થશે. જુનું કોઈ પેમેન્બાટ મળી શકે છે. સરકારી કાર્ય, ડિજિટલ કાર્ય અને વ્યવસાયિક વ્યવહારોમાં સફળતા મળશે. પરિવારમાં શાંતિ અને સહયોગ રહેશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવો અને બોલતી વખતે નમ્ર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

આ રાશિમાં ચાર ગ્રહોનું મિલન તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. કરિયરમાં મોટી સફળતા, આર્થિક લાભ અને સન્માનમાં વધારો થશે. નવો પ્રોજેક્ટ લાભ કરાવશે. લવ લાઈફ ઉત્સાહી રહેશે અને સંબંધો મજબૂત બનશે. માથા અને પેટની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. મળતા મોકાને ગુમાવતા નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા વધશે. તમે કોઈ મોટો નિર્ણય લઇ શકો છો. કામમાં સ્થિરતા રહેશે અને વિદેશી દેશો કે દૂરના દેશો સાથે સંબંધિત કાર્યમાં સફળતા મળશે. ખર્ચ વધી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી તમારું મન શાંત થશે. જૂના ડર અને તણાવ દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

આ રાશિના લોકોને નવા સંપર્કો અને નેટવર્કિંગથી ફાયદો થશે. મિત્રો, સાથીદારો અને સિનિયર તમારા કામને મદદ આપશે. વર્ક પ્લેસ પર કોઈ નવો પ્રોજેક્ટ કે ભૂમિકા મળી શકે છે. આર્થિક લાભની શક્યતા છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારું સામાજિક સર્કલ વધશે. તમારા શબ્દોનું મહત્વ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

તમને કોઈ સારી નોકરી કે કરિયરમાં મોકા મળવાના સંકેતો છે. તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી છબી મજબૂત થશે. ઘરમાં કોઈ શુભ ઘટના બની શકે છે. તમારે પૈસા પ્રત્યે સમજદારી રાખવાની જરૂર છે. લવ લાઈફ મધુર રહેશે અને તમને તમારા લાઈફ પાર્ટનર તરફથી સહયોગ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે નવા લક્ષ્યો પણ નક્કી કરશો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Mercury Mars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ