The Pakistan team won 3 awards at the ICC Men's Awards this year
ક્રિકેટ /
ICC મેન્સ અવોર્ડ્સમાં ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા, એક પણ ખેલાડી ન જીત્યો, પાકિસ્તાની ખેલાડીઓ છવાયા
Team VTV10:52 AM, 25 Jan 22
| Updated: 10:59 AM, 25 Jan 22
ICC મેન્સ એવોર્ડમાં આ વર્ષે પાકિસ્તાનની ટીમને 3 એવોર્ડ મળ્યા છે. જ્યારે ભારતીય ટીમને એક પણ એવોર્ડ નથી મળી શક્યો. કારણકે 2021માં ભારતીય ટીમનું પર્ફોમન્સ જરા પણ સારુ નહોતું રહ્યું
છેલ્લા અમુક મહિનાઓથી ક્રિકેટમાં પાકિસ્તાને પર્ફોમન્સ સારુ આપ્યું છે. જેમા પાકિસ્તાનના ખેલાડીઓએ હવે 3 ICC પુરસ્કાર પર પણ કબ્જો મેળવી લીધો છે અને આવું પહેલી વખત બન્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવ્યો છે. તે સિવાય મોહમ્મદ રિઝવાનને ટી-20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવ્યો છે.
શાહીન આફ્રિદીને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ
પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીને ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે. જો ભારતની વાત કરવામાં આવે તો આ વર્ષે ભારત એક પણ પુરસ્કાર નથી જીતી શક્યું. 2016 પછી આ પહેલુ વર્ષ એવું છે કે ભારતના ખેલાડીને એક પણ પુરસ્કાર નથી મળ્યો. 2021નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે સૌથી ખરાબ રહ્યું તેવું કહી શકાય.
ભારતીય ખેલાડીઓનું પર્ફોમન્સ નહોતું સારુ
વર્ષ 2021માં વન ડે અને ટી20માં કોઈ પણ ભારતીય ખેલાડી સારુ પર્ફોમન્સ નથી આપી શક્યો. જોકે બીજી તરફ બાબર આઝમના કેપ્ટન બન્યા પછી પાકિસ્તાનનું પર્ફોમન્સ ઘણું સારુ રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતને 10 વિકેટથી પાકિસ્તાને હરાવ્યું હતું. જે ઈતિહાસમાં પહેલી વખત બન્યું હતું.
BCCI અને કોહલીના વિવાદથી ખેલાડીઓ પર દબાવ વધ્યો
ઉલ્લેખનીય છે કે 2021માં પાકિસ્તાનનું પર્ફોમન્સ ટેસ્ટ, વન ડે અને ટી-20 એમ ત્રણેયમાં સારુ રહ્યું છે. જ્યારે ભારતની ટીમમાં વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડી દીધી હતી. બાદમાં તેમની વન ડેની કેપ્ટનશીપ પણ હાથમાંથી જતી રહી હતી. રોહિત શર્માને વન ડે અને ટી-20 સીરીઝનો કેપ્ટન બનાવામાં આવ્યો પરંતુ નવો કેપ્ટન હજુ જાહેર કરવામાં નથી આવ્યો. જોકે BCCI અને કોહલી વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ખેલાડીઓ પર દબાવ પણ વધી ગયો હતો.