ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The mercury of heat will go to sky in Gujarat, two days yellow alert announced

કાળઝાળ આગાહી / ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને, બે દિવસનું યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:15 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat wethar update: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે, હવામાન વિભાગે આગાહી કરી છે

ADVERTISEMENT

રાજ્યમાં આવેલા હવામાનના પલટા બાદ ફરી ગરમીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઓછી થતા હવે ફરીથી રાજ્યમાં રેબઝેબ પરસેવો છૂટે તેવી ગરમી પડશે. અત્રે જણાવીએ કે, રાજ્ય ભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ગરમ પવન ફૂંકાવાના શરૂ થતા ગરમીમાં એકાએક વધારો થશે. 

રાજ્યમાં આગામી દિવસોમા ગરમી વધવાની શક્યતા | VTV Gujarati

43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે
જો તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું. 

વાંચવા જેવું: ગુજરાતમાં ઉનાળું વેકેશન જાહેર: પ્રાથમિક શાળાઓમાં કઇ તારીખ સુધી રજાઓ લાગુ રહેશે, જાણો

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

gujarat wethar update heat forecast weather Forecast ગરમીની આગાહી હવામાનની આગાહી gujarat wethar update

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ