બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:12 AM, 17 April 2024
ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.
ADVERTISEMENT
પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું વેકેશન
પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: રામ નવમીના દિવસે આ શુભ મુહૂર્ત પર કરો હવન-પૂજન, મળશે મા દુર્ગાના આશીર્વાદ
10 જૂનથી નવું સત્ર શરૂ થશે
પ્રાથમિક શાળાઓમાં 10 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.