બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / The meeting between PM Modi and Shankarsinh Vaghela in Gandhinagar, the reason for meeting is special

BIG NEWS / ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઇ મુલાકાત, મળવાનું કારણ છે ખાસ

Vishal Khamar

Last Updated: 09:22 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખૂબ લાંબા સમય બાદ વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થવા પામી છે. ત્યારે બુધવારે રાજભવન આવ્યા બાદ વડાપ્રધાને શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક બેઠક કરી હતી.

  • વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે યોજાઈ બેઠક
  • રાજભવન ખાતે બુધવારે એક કલાકથી વધુ સમય ચાલી બેઠક
  • પૌત્ર મહેન્દ્રસિંહના લગ્ન પ્રસંગ હોઈ નિમંત્રણ આપવા આવ્યો હતોઃશંકરસિંહ વાઘેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા હાજર રહ્યા હતા. ત્યારે બાદ થોડા સમય બાદ વડાપ્રધાન ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

શંકરસિંહ વાઘેલા અને વડાપ્રધાન વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા સાથે પણ વડાપ્રધાને બેઠક યોજી હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી. ત્યારે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે આ બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ એક ઔપચારિક મુલાકાત હતી.  તેમજ તેઓનાં પુત્રના લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું. 
શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનાં હિરા બા સાથેનાં એક ફોટો ભેટ આપ્યો
ત્યારે મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે ગુજરાત આવ્યા બાદ વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓને મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા.  ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાને તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો થોડી તાજી કરી હતી.  તેમજ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરા બા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં વડાપ્રધાનને ભેટ આપ્યો હતો.  ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોઈ વડાપ્રધાનને આમંત્રણ પત્રિકા આપી હતી. તેમજ પીએમને હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો.  તેમજ જૂની રાજકીય પરિસ્થિતિ અને અત્યારનુ પરિસ્થિતિની સામાન્ય ચર્ચા કર્યા બાદ તેઓ પોતાનાં ઘરે જવા નીકળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ