બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / the last group of us troops left afghanistan after the end of the 20 year war pentagon
ADVERTISEMENT
અમેરિકી સેનાએ સોમવારે અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના અંતિમ દળની વિદાયની જાહેરાત કરી. તાલિબાન દ્વારા દેશ પર નિયંત્રણ કર્યા બાદ અમેરિકી સૈનિકોની વિદાયની સાથે 20 વર્ષનો સંઘર્ષ ખતમ કર્યા બાદ આજે તેમનું સમાપન થયું. મધ્ય કમાનના કમાન્ડર જનરલ કેનેથ મૈકેંજીએ કહ્યું કે હું અહીં અફઘાનિસ્તાનથી પોતાના પરત થવાની જાહેરાત કરવા આવ્યો છું. આ સાથે અમેરિકી નાગરિકોને કાઢવા માટે સૈન્ય મિષનની સમાપ્તિની જાહેરાત કરવા આવ્યો છું. મૈકેંજીએ કહ્યું કે એક મોટા સી -17 સૈન્ય પરિવહન વિમાને કાબુલના હામિજ કરજઈ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાથી કાબુલના સમયાનુસાર રાતે એક મિનિટ પહેલા ઉડાન ભરી હતી.
"The last American soldier to leave Afghanistan- Major General Chris Donahue, boarded C-17 aircraft on August 30, marking the end of US mission in Kabul," tweets US Department of Defense pic.twitter.com/nScjl4Hfao
— ANI (@ANI) August 31, 2021
ADVERTISEMENT
બાયડને નક્કી કરી હતી આ તારીખ
રાષ્ટ્રપતિ જો બાયડને આ વર્ષની શરૂઆતમાં અમેરિકી સેનાની વાપસી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. ઈસ્લામિક સ્ટેટ ખોરાસનના 2 અઠવાડિયાના નિકાસી અભિયાનમાં 2 હુમલા થયા અને એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકો સહિત 100 લોકોના મોત થયા હતા. આ પછી ભારે સુરક્ષા સાથે અંતિમ ઉડાન ભરાઈ.
ADVERTISEMENT
I announce the completion of the withdrawal of US troops from Afghanistan and the end of the military mission to evacuate American citizens and Afghans... The last C-17 lifted off from Hamid Karzai Airport on August 30 this afternoon at 3:29 pm: US General Kenneth F. McKenzie pic.twitter.com/9pdokcEqBe
— ANI (@ANI) August 30, 2021
ADVERTISEMENT
આ કારણે અફઘાનિસ્તાન આવ્યા હતા અમેરિકી સૈનિકો
અલકાયદા દ્વારા અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001ના હુમલા બાદ 2001માં તાલિબાનને સત્તાથી બહાર કરવા માટે અમેરિકી સૈનિક નાટો ગઠબંધનના નેતૃત્વમાં અફઘાનિસ્તાન આવ્યા હતા. અમેરિકી સેના દ્વારા 20 વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા અને તેને અફઘાનિસ્તાનથી બહાર કાઢવાની પુષ્ટિ બાદ કાબુલમાં ગોળીઓનો અવાજ સંભળાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.