ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The Indian cricket team will get a new coach

ક્રિકેટ / ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમને મળશે નવો કોચ, BCCIના અધિકારીએ આપ્યું આ મોટું નિવેદન

Published By: Ronak

Last Updated: 08:01 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવો કોચ મળશ અને રવિ શાસ્ત્રીને વિદાય આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડ સિરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પાસે નવો કોચ હશે.

ADVERTISEMENT

  • ભારતીય ક્રિકેટ ટીમને મળશે નવો કોચ 
  • રવિશાસ્ત્રી હવે ટૂંક સમયમાં લેશે વિદાય 
  • BCCI દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

બીસીસીઆઈ આ ઓક્ટોબર મહિનામાં ઘણું વ્યસ્ત રહેવાનું છે. આ મહિને ભારતીય બોર્ડ આઈપીએલમાં બે નવી ટીમો સામેલ કરવાની છે જેમા એક અમદાવાદની ટીમ પણ શામેલ થશે. જેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. જોકે સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ ટૂંક સમયમાં શરૂ થશે. 

આ મહિનામા અંતમાં નવા કોચની જાહેરાક કરાશે 

જોકે તે સિવાય BCCI નવા કોચની પણ શોધમાં છે. જેમા આ મહિનેજ ટીમને નવો કોચ આપવામાં આવશે જેને લઈને BCCI દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું થે આ મહિનાના અંત સુધીમાં નવા કોચ તેમજ અન્ય સ્ટાફની પણ નિમણૂંક કરી લેવામાં આવશે. 

ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા ભારત પાસે નવો કોચ 

જોકે BCCIના એક અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ સપ્તાહના અંત સુધીમાંજ ભારતીય ટીમને નવો કોચ આપી દેવામાં આવશે. સમગ્ર મામલે તેમણે કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડની સીરીઝ પહેલા ભારત પાસે નવો કોચ અને નવો સપોર્ટ સ્ટાફ હશે. 

17 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ 

ઉલ્લેખનીય છે કે T-20 વર્લ્ડ કપના 3 દિવસ બાદ એટલે કે 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડની સામે સીરીઝ રમવાની શરૂ કરવામાં આવશે. રવિ શાસ્ત્રી હવે T-20 વર્લ્ડકપ બાદ નહી રહે. જેની જાણકારી તેઓ પોતે આપી ચુક્યા છે. ત્યારે ભારતીય ટીમના કોચ તરીકે કોની પસંદગી કરાવામાં આવશે તે જોવું રહ્યું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Indian cricket team new coutch નવો કોચ બસીસીઆઈ ભારતીય ક્રિકેટ ટીમ ravi shastri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ