બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સરકારે ખેડૂતોને સહાય આપી પરંતુ આ ઉદ્યોગપતિએ ભાગીયાઓની સહાય જાહેર કરી

અદ્ભુત / સરકારે ખેડૂતોને સહાય આપી પરંતુ આ ઉદ્યોગપતિએ ભાગીયાઓની સહાય જાહેર કરી

Last Updated: 07:53 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરાઇ ચુકી છે.

Surat News : સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ખેડૂત ભાગ્યાઓને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આપવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “હિરાબાનો ખમકાર” અભિયાન શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આજદીન સુધી 551 દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી. આજરોજ (9 નવેમ્બર) વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે.

આજે 551 દીકરીને શિક્ષણ સહાયને ચેક અપાયા

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરાઇ ચુકી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ ખુબ સંતોષપુર્ણ જોવા મળી હતી. જે દીકરીઓ આર્થિક પરિસ્થિતિનાં કારણે અભ્યાસ કરવા અસમર્થ હતી. તેઓ હવે ઇચ્છે તેવો અભ્યાસ કરી શકે છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના અડાલજ પાસે 3 આતંકીઓ ઝડપાયા, ATSની મોટી કાર્યવાહી, કરતાં હતા 'ભયાનક કામ'

21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાની નેમ

પિયુષ દેસાઈએ જણાવ્યું કે, દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

પિયુષભાઈની અનોખી પહેલને લોકોએ બિરદાવી

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ હિરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News government provided assistance to farmers industrialist announced assistance to workers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ