ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના અડાલજ પાસે 3 આતંકીઓ ઝડપાયા, ATSની મોટી કાર્યવાહી, કરતાં હતા 'ભયાનક કામ'

મોટા સમાચાર / ગાંધીનગરના અડાલજ પાસે 3 આતંકીઓ ઝડપાયા, ATSની મોટી કાર્યવાહી, કરતાં હતા 'ભયાનક કામ'

Last Updated: 12:29 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ ગાંધીનગરના અડાલજ વિસ્તાર પાસેથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ATSને આજે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીનગર જિલ્લાના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ વ્યક્તિઓને ATSની ટીમે ઝડપી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણેય શખ્સો એક નવા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હતા અને તેમનો સંબંધ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISIS સાથે હોવાનો પણ સંકેત મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલા ત્રણમાંથી બે વ્યક્તિ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જ્યારે ત્રીજો શખ્સ હૈદરાબાનો રહેવાસી છે.

ATSને અગાઉથી ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ લોકો રાજ્યની અંદર આતંકવાદી પ્રવૃત્તિની યોજના બનાવી રહ્યા છે અને કોઈ મોટી ઘટના સર્જવાની તૈયારીમાં છે. આ માહિતીના આધારે ATSએ સંભવિત વિસ્તારોમાં નજર રાખી ગુપ્ત તપાસ શરૂ કરી. સઘન વોચ બાદ અડાલજ વિસ્તારમાંથી ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ 2 પુત્રીઓ સાથે કેમ કર્યો આપઘાત? ખૌફનાક કારણ

હાલ ATSની ટીમ આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. તપાસમાં એ જાણવા પ્રયત્ન થઈ રહ્યો છે કે —

  • આ લોકો કયા આતંકી સંગઠન સાથે સીધા જોડાયેલા હતા?
  • શું તેઓ કોઈ વિશેષ આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા?
  • આ નવા મોડ્યુલમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે અને તેમની યોજના શું છે ?
    તપાસ અધિકારીઓનું માનવું છે કે આ પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે, જે રાજ્ય અને તે રાષ્ટ્રીય સુરક્ષાને લગતા હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Action ATS Terrorists
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ