ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ 2 પુત્રીઓ સાથે કેમ કર્યો આપઘાત? ખૌફનાક કારણ

ગુજરાત / ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ 2 પુત્રીઓ સાથે કેમ કર્યો આપઘાત? ખૌફનાક કારણ

Published By: Hiralal Parmar

Last Updated: 11:12 AM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ 2 પુત્રીઓ સાથે કરેલા આપઘાત પાછળનું એક ખૌફનાક કારણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

આજકાલ ગુજરાતમાં પેટ્રોલ પંપ માલિક ધીરજ રબારીના આપઘાતનો કિસ્સો ચર્ચાની ચગદોળે ચઢ્યો છે. ધનાઢ્ય પરિવારમાંથી આવતાં ધીરજ રબારી સાથે આખરે એવું તે શું બન્યું કે તેમણે આપઘાત કરી લેવો પડ્યો પડતા પર પાટું એમ તેમણે તેમની બે દીકરીઓને પણ આપઘાતમાં સાથે લીધી હતી.ગાંધીનગરના કલોલના બોરીસણા ગામના નિવાસી અને 3 પેટ્રોલ પંપના માલિક ધીરજભાઈ રબારીએ તેમની 2 નાની પુત્રીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદી પડીને આપઘાત કરી લીધો છે. આ હૃદયદ્રાવક ઘટનાના બીજા દિવસે આપઘાત પાછળનું કારણ સામે આવ્યું છે.

ધીરજ રબારીએ દીકરીઓ સાથે કેમ કર્યો આપઘાત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધીરજ રબારી આર્થિક રીતે સંપન્ન પરિવારના હતા. તેઓ ત્રણ પેટ્રોલ પંપના માલિક હતા - એક વડસરમાં અને બે નજીકના અન્ય સ્થળોએ. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય તંગીના કોઈ તાત્કાલિક સંકેતો મળ્યા નથી, અને આ કડક પગલા પાછળનું કારણ હજુ પણ અસ્પષ્ટ છે. હાલમાં તપાસ ચાલી રહી છે પરંતુ પોલીસને એવી આશંકા છે કે પારિવારિક વિવાદમાં કે લગ્નજીવનમાં કંકાસને કારણે તેમણે આવું પગલું ભર્યું હોઈ શકે છે. જોકે તપાસમાં સાચું કારણ જાણવા મળશે.

આપઘાાત પહેલાં કારનું લોકેશન અને મોબાઈલ પાસવર્ડ મોકલ્યો

2 દીકરીઓ સાથે કેનાલમાં કૂદી પડતાં પહેલાં ધીરજ રબારીએ તેની કારનું લોકેશન અને મોબાઇલ પાસવર્ડ તેના પરિવારને મોકલ્યો હતો જે પછી પરિવાર શેરીસા નર્મદા નહેર ત્યાં પહોંચ્યો હતો અને ડાઇવર્સ અને ફાયર બ્રિગેડે શોધ કરી પરંતુ લાશ મળી નહોતી. જોકે ત્યાર બાદ કલોલના પિયાજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બંને પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

3 પેટ્રોલ પંપના માલિક

ધીરજ રબારી એક સુખી સંપન્ન પરિવાર ધરાવતા હતા. તેઓ કલોલના વડસરમાં એક અને અન્ય બે સ્થળોએ કુલ 3 પેટ્રોલ પંપ ધરાવે છે. પરિવારમાં પત્ની, માતા-પિતા અને બે દીકરીઓ હતા.

વધુ વાંચો : VIDEO : વૈભવી વૈશ્યાલય! હાઈ-ફાઈ ચેમ્બરમાં રુપાળી છોકરીઓ ગ્રાહકોની 'રાતો રંગીન' કરતી દેખાઈ, વીડિયો વાયરલ

શું બન્યું

શનિવારે ગાંધીનગર જિલ્લાના કલોલના બોરીસણા ગામના ધીરજ રબારીએ તેમની બે નાની દીકરીઓ સાથે કલાલની બહાર નર્મદા કેનાલમાં કૂદી પડીને આપઘાત કરી લીધો હતો. તેઓ તેમની બે પુત્રીઓને તેમના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લઈ જઈ રહ્યા છે એવું બહાનું કાઢીને તેઓ ઘેરથી નીકળ્યાં હતા અને આપઘાત કરી લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar dhiraj rabari case dhiraj rabari case

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ