બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / The government is bringing a plan to provide cashless treatment up to one and a half lakh to people injured in road accidents

તમારા કામનું / રોડ એક્સીડેન્ટમાં ઘાયલોને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સરકારના પ્રોજેક્ટથી થશે ફાયદો

Vishal Dave

Last Updated: 05:59 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે એક યોજના લાવી રહી છે, આ યોજના હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંદિગઢ  સહિત દેશના કેટલાક ભાગોમાં ચાલી રહી છે.

જરા વિચારો, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક તમે કોઈ ઘાયલ અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિને જોશો, જેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ છે પરંતુ કોઈ તેની મદદ કરી રહ્યું નથી. જો તમે પણ મદદ કરવામાં સંકોચ અનુભવો છો, એ વિચારીને કે જો હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, તો તમને જણાવી દઈએ કે સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફત આપે છે. આ સુવિધા તમને ક્યારેક ઉપયોગી  થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ….

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. માર્ગ અકસ્માતમાં ઘાયલોને સમયસર સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ રીતે તમને આ પ્રોજેક્ટનો ફાયદો થશે
જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારના મોટર વાહનથી ઘાયલ થયા પછી હોસ્પિટલ પહોંચે છે, તો આ પ્રોજેક્ટ હેઠળ તેને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફતમાં મળશે. આ યોજના હેઠળ, વ્યક્તિને વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.

આ પણ વાંચોઃ  'સગીર રેપ કેસ સમાધાનથી રદ ન થઈ શકે, સંમતિ પણ જરુરી નહીં', હાઈકોર્ટનો મોટો ચુકાદો

આ સારવાર પાછળ ખર્ચવામાં આવેલા પૈસા સરકાર સીધા હોસ્પિટલને ચૂકવશે. બસ આ માટે હોસ્પિટલોએ રિએમ્બર્સમેન્ટ બિલ રજૂ કરવા પડશે. જો કે, હાલમાં આ યોજના ચંદીગઢ સહિત દેશના કેટલાક ભાગોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે.

સરકાર પાસે પૈસા ક્યાંથી આવશે ?

આ યોજના માટે સરકાર પાસે પૈસાની કમી નહીં હોય, કારણ કે આ ભંડોળ 'મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ'માંથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ દરેક પ્રકારના માર્ગ અકસ્માતમાં મળશે જેમાં મોટર વાહન સામેલ છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી આ યોજનાને લાગુ કરવા માટે કામ કરશે. હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેનો અમલ કરી રહી છે. આ યોજનાના અમલીકરણ માટે પોલીસ, હોસ્પિટલ અને રાજ્યની આરોગ્ય એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ