બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / POCSO Act Cases Can't Be Quashed On Ground Compromise With Accused: Allahabad HC

ન્યાયિક / 'સગીર રેપ કેસ સમાધાનથી રદ ન થઈ શકે, સંમતિ પણ જરુરી નહીં', હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 04:47 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું કે પોક્સો કેસ સમાધાનને આધારે રદ ન કરી શકાય.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO એક્ટ)ને વિશેષ કાયદો ગણાવ્યો છે અને તે સંબંધિત ગુનાઓને વ્યક્તિગત મામલો ગણવાનો ઈન્કાર કર્યો છે. સમાજને અસર કરતા આવા કિસ્સાઓને ધ્યાનમાં લેતા કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે POCSO એક્ટના ગુના જેવા વિશેષ કાયદા સમાધાનને આધાીરે રદ ન કરી શકાય. ગુનેગારો સામ, દામ, દંડ કે ભેદથી સગીર પીડિતો સાથે સમાધાન કરી લેતા હોવાનું ધ્યાનમાં આવતાં હાઈકોર્ટે આવો ચુકાદો આપ્યો છે. 

વધુ વાંચો : છોકરા-છોકરી સાત ફેરા પૂરા કરે પછી જ બની શકે પતિ-પત્ની- હાઈકોર્ટે આ કેસમાં સંભળાવ્યો મોટો ચુકાદો

પોક્સો એક્ટમાં સગીરની સંમતિ જરુરી નથી 
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું છે કે આરોપી અને પીડિત વચ્ચે સમાધાન કરીને ફોજદારી કાર્યવાહી રદ ન કરી શકાય નહીં. પોક્સો એક્ટના ગુનામાં સગીરની સંમતિ માન્ય નથી. પીડિતા દ્વારા કરવામાં આવેલ સમાધાન ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે પૂરતું નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને કોર્ટે કહ્યું હતું કે હત્યા, બળાત્કાર, લૂંટ વગેરે જેવા ગંભીર ગુનાઓને સમાધાનના આધારે ખતમ ન કરી શકાય. આ કોઈ ખાનગી ગુનો નથી. આવા ગુનાની સમાજ પર ગંભીર અસર પડે છે.

આરોપી-પીડિતા વચ્ચેના સમાધાનને કોર્ટે ન સ્વીકાર્યું 
આની સાથે કોર્ટે સગીર પરના દુષ્કર્મના આરોપી સામે આઝમગઢની પોક્સો કોર્ટમાં ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને સમાધાનને આધારે રદ કરવાનો ઈન્કાર કરીને અરજી ફગાવી દીધી. અરજીમાં બન્ને પક્ષોની વચ્ચે થયેલા સમાધાનને આધારે કેસની કાર્યવાહી રદ કરવાની માગ કરાઈ હતી. 

POCSO એક્ટનો હેતુ કિશોરોને જાતીય શોષણથી બચાવવાનો

તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે POCSO એક્ટનો હેતુ કિશોરો વચ્ચે સહમતિથી બંધાતા જાતીય સંબંધોને અપરાધ બનાવવાનો નથી પરંતુ તેમને જાતીય શોષણથી બચાવવાનો છે. જ્યારે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આરોપીઓ સામે કડક કલમો લગાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ