બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / allahabad high court judgement over hindu marriage validation

ન્યાયિક / છોકરા-છોકરી સાત ફેરા પૂરા કરે પછી જ બની શકે પતિ-પત્ની- હાઈકોર્ટે આ કેસમાં સંભળાવ્યો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 06:17 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે કપલના છૂટાછેડા કેસમાં એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતાં કહ્યું કે યુવાન-યુવતીઓ સાત ફેરા પૂરા કરે પછી જ પતિ-પત્ની બની શકે છે.

  • યુવાન-યુવતીઓ સાત ફેરા પૂરા કરે પછી જ બની શકે પતિ-પત્ની
  • અલ્હાબાદ હાઈકોર્ટે કપલ છૂટાછેડા કેસમાં કરી મહત્વની ટીપ્પણી
  • હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું આપ્યું ઉદાહરણ 

કપલના છૂટાછેડા કેસમાં મહત્વની ટીપ્પણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી દુલ્હન સાત ફેરા પૂરા ન કરી લે ત્યાં સુધી તે પત્ની બની શકતી નથી. જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું કે હિન્દુ લગ્ન માટે સપ્તપદીનો કાર્યક્રમ ફરજિયાત છે. વર અને કન્યાએ પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા જરૂરી છે. જસ્ટિસ સંજય સિંહે 41 વર્ષ પહેલા બનેલી સુપરહિટ ફિલ્મ 'નદિયા કે પાર'નો ઉલ્લેખ કર્યો હતો. તેનું એક ગીત ખૂબ જ પ્રખ્યાત થયું, જબ તક પૂરે ન હોં ફેરે સાત, તબ તક દુલહિન નહીં દુલહા કી, રે તબ તક બબુની નહીં બબુવા કી, ન જબ તક પૂરે ન હોં ફેરે સાત. આ ઉદાહરણ આપતા અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.

હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું ઉદાહરણ 
અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું ઉદાહરણ પણ આપ્યું હતું જેમાં પણ કહેવાયું છે કે જ્યાં સુધી દુલ્હન સાત ફેરા પૂરા ન કરી લે ત્યાં સુધી પત્ની બની શકતી નથી. હાઈકોર્ટે આ કલમને આધારે ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે સાત ફેરા વગરના લગ્ન માન્ય નથી. 

શું હતો કેસ 
સ્મૃતિ સિંહ અને સત્યમ સિંહના લગ્ન 2017માં થયા હતા, પરંતુ બંને સાથે રહી શક્યા ન હતા. પતિ સાથે ખટરાગ બાદ સ્મૃતિ પિયર રહેવા લાગી હતી અને ત્યાર બાદ 
તેણે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. સ્મૃતિએ ભરણપોષણ માટે અરજી કરી હતી. 11 જાન્યુઆરી, 2021ના રોજ મિર્ઝાપુર ફેમિલી કોર્ટે સત્યમ સિંહને સ્મૃતિને દર મહિને 4 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય મુજબ સ્મૃતિ ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી આ પૈસા તેને આપવાના હતા. સત્યમે સ્મૃતિ પર છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી. 20 સપ્ટેમ્બર 2021ના રોજ, નીચલી અદાલતે સ્મૃતિ સિંહને સમન્સ જારી કર્યા અને તેમને 21 એપ્રિલ 2022ના રોજ હાજર થવાનો આદેશ આપ્યો. આ આદેશ સામે સ્મૃતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જજે સ્મૃતિની તરફેણમાં ચુકાદો આપતાં વિશેષ ટિપ્પણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ